કેન્દ્ર સરકારની તૈયારી : દેશની 1293 RTOની કામગીરીનું ખાનગીકરણ કરવાનો તખ્તો તૈયાર

દેશના 32 રાજ્યોમાં 1293 RTOની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરવા અને કેટલીક કામગીરી ખાનગી એજન્સીને સોંપવાનો કેન્દ્ર સરકાર દ્વારા તખ્તો ઘડાયો છે. જેથી નાગરિકોને આરટીઓમાં આવવું ન પડે અને ઘેરબેઠા કામગીરી થઇ શકે. કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચે જાહેર કરેલા નોટિફિકેશનનો અમલી કરવા રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. જેના પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તમામ આરટીઓ સાથે 28 મેના રોજ ઓનલાઇન બેઠક યોજી હતી.

હાલ આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, ટેક્સ જેવી મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ રહી છે. જેથી નાગરિકોને કચેરી સુધી લાંબા થવુ પડતું નથી. છતાં અંદાજે 15 જેટલી કામગીરીમાં બદલાવ સૂચવવામાં આવ્યો છે જેને પગલે ટેસ્ટ ટ્રેક, લર્નિંગ લાઇસન્સ, ફિટનેસ, વાહન રજીસ્ટ્રેશન, ઇન્ટરનેશનલ લાઇસન્સ અને દંડની ભરપાઇ જેવા કામો નવા સ્વરૂપમાં થશે. જેમાં કેટલાકનું ખાનગીકરણ થશે. હાલનો જે સ્ટાફ છે તેનો ચેકિંગ, એન્ફોર્સમેન્ટમાં ઉપયોગ કરાશે. જો કે રાજયના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંચુ અને ઓએસડી જે એન વાઘેલાએ આ તમામ બાબત અભ્યાસનો વિષય હોવાનું કહી કોઇ ટીપ્પણી કરી ન હતી.

કઈ માળખાકીય સુવિધામાં કેવા પ્રકારનો બદલાવ થશે લર્નિંગ લાઇસન્સ: જન સુવિધા કેન્દ્ર કે ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ લઇ ઘરે પરીક્ષા આપી શકાશે. ટેસ્ટ ટ્રેક: ટેસ્ટ ટ્રેકની કામગીરી ભાગીદારીથી અથવા ખાનગી એજન્સીને આપવાનું સૂચન. ફિટનેસ: વાહનોના ફિટનેસ માટે નવા ફેરફાર મુજબ આધુનિક ફિટનેસ સેન્ટર બનાવાશે. વાહન રજીસ્ટ્રેશન: ડિલરને ત્યાંથી વાહનમાં નંબર પ્લેટ લગાવ્યા બાદ ગ્રાહકને મળશે. દંડ: ઇ-ચલણથી આપેલો મેમોનો કાર્ડથી ભરાશે. જેના માટે નવી નેશનલ સિસ્ટમ ઊભી થશે ડોક્યુમેન્ટ: લાઇસન્સ માટે આધાર લીંક કરશે. બસનો ટેક્સ: લાઇફટાઇમ ટેક્સનું આયોજન. લાઇસન્સ રીન્યુ: ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ સબમીટ થશે વાહનોમાં ફેરફાર: મોડિફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સીઓને માન્યતા અપાશે. ઇન્ટરનેશનલ લાઇસન્સ: ઓનલાઇન અપાશે. વાહનનું રી સેલ: જૂના વાહન ખરીદનારે પેપર રજૂ કરવાની કામગીરી ઓનલાઇન થશે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન: નવું વાહનના ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટેની મુદત છ મહિના કરાશે ટેક્સ: બસ સિવાયના વાહનનો ઓનલાઇન ટેક્સ પ્રથમ પ્રયોગ: દિલ્હી એનસીઆર RTOમાં કેટલીક સુવિધાઓ અંગેનો પ્રથમ પ્રયોગ શરૂ.

વાહનના ઈ- રેકોર્ડને સત્તાવાર માન્યતા મળી
વર્ષ 2010થી વાહન 4 સોફ્ટવેર આરટીઓમાં અમલી થયું હતું પરંતુ તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી નહોતી. 31 માર્ચે કેન્દ્રના પરિવહન મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનથી તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી છે, જે કોર્ટમાં પણ રજૂ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *