Shani Jayanti 2021: આ 7 કાર્યો કરવાથી શનિદેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ

શનિ જયંતીનો દિવસ શનિદેવ માટે સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી 10 જૂન 2021ના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની નિમિતે અમે તમને શનિજયંતીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે જણાવવા માગીએ છીએ.

આ કામ કરવાથી શનિદેવ થશે નાખુશ

  • પશુ- પક્ષીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.
  • બીજાનું ધન લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ
  • શનિદેવ ખોટુ અને અનૈતિક કામ કરવાવાળા લોકો પર નાખુશ થઈ શકે છે.
  • પરિશ્રમ કરવાવાળા લોકોનું અપમાન ન કરવું જોઈએ.
  • નિર્ધન અને કમજોર લોકોને હેરાન ન કરવા જોઈએ.
  • મિત્ર અને સગાઓને દગો દેવો જોઈએ નહીં, બીજાનું સારૂ જોઈને ઈર્ષાન કરવી જોઈએ

આ કામ કરવાથી શનિદેન થશે ખુશ

  • શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ
  • બીજા લોકોની હમેંશા મદદ કરવી જોઈએ.
  • દુ:ખ અને ગંભીર રોગોથી પીડિત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ.
  • જરૂરયાત વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.
  • આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવું જોઈએ.
  • નિર્ધન લોકોને અન્ન,ચોખા, છત્રી અને કાળી ચાદરનું દાન કરવું જોઈએ.
  • પ્રકૃતિની રક્ષા અને સેવા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *