ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. લાંબા સમયથી પડતર રહેલી બદલીના ઓર્ડર ટૂંક સમયમાં થશે તેવી ચર્ચાઓએ સચિવાલયમાં જોર પકડ્યું હતું. આ દરમ્યાન સરકારે 22 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરી છે.
1986ની બેચના IAS પંકજ કુમારની બદલી ગૃહમંત્રાલયમાં કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. વિપુલ મિત્રાને પંચાયત અને ગ્રામીણ મકાન વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખનીજ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે.
ગુજરાત સરકારે 22 અધિકારીઓને પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે (26 IAS transferred). ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
અધિકારીનું નામ | બદલીનું સ્થળ | પહેલાનો હોદ્દો |
પંકજ કુમાર | ACS, ગૃહ | ACS, મહેસૂલ |
વિપુલ મિત્રા | ACS, પંચાયત | ACS, શ્રમ-રોજગાર |
ડો.રાજીવ ગુપ્તા | ACS, ઉદ્યોગ | ACS, વન-પર્યાવરણ |
એ.કે. રાકેશ | ACS, GAD | ACS, પંચાયત |
સુનયના તોમર | ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા | ACS, ઉર્જા |
કમલ દયાણી | ACS, મહેસૂલ | ACS, સામાન્ય વહીવટ |
મનોજકુમાર દાસ | ACS, બંદરો અને ટ્રાન્સપોર્ટ | ACS, ઉદ્યોગ |
મનોજ અગ્રવાલ | ACS, આરોગ્ય | ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા |
અરુણકુમાર સોલંકી | ACS, વન-પર્યાવરણ | MD, જીએમડીસી |
મમતા વર્મા | PS, ઉર્જા તથા નર્મદા | PS,પ્રવાસન |
સોનલ મિશ્રા | ગ્રામ વિકાસ કમિશનર | સચિવ, નર્મદા |
રમેશ ચંદ મીણા | ડિરેક્ટર જનરલ, સ્પીપા | કમિશનર, જમીન સુધારણા |
હારિત શુક્લા | સચિવ, પ્રવાસન | સચિવ, વિજ્ઞાન અને તકનીકી |
વિજય નહેરા | સચિવ, વિજ્ઞાન અને તકનીકી | ગ્રામ વિકાસ કમિશનર |
રૂપવંત સિંઘ | કમિશનર, જીઓલોજી તથા GMDCના MD | સચિવ, નાણાં(ખર્ચ) |
પી સ્વરૂપ | કમિશનર, જમીન સુધારણા | મ્યુનિ.કમિશનર, વડોદરા |
મનીષા ચંદ્રા | સચિવ, નાણાં(ખર્ચ) | સચિવ, મહિલા અને બાળ કલ્યાણ |
જયપ્રકાશ શિવહરે | પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત્ |
8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી
- બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
- હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
- પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
- રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
- શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
- કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
- એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
- સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ