મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ 8 જૂનના રોજ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ત્યારપછી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર અંગે પણ ધારણાઓ કરવામાં આવી. શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદન આપ્યા પછી વાતાવરણ ગરમાયું હતું. રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના ટોપ લીડર છે.
આ નિવેદન દરમિયાન મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પોતાના 5 વર્ષ પૂરા કરશે. તેણે લોકોને બાલા સાહેબ ઠાકરેનું નિવેદન યાદ અપાવ્યું હતું કે શિવસેના વાયદાઓથી મોઢું ફેરવી લેતી નથી. તો પછી અત્યારે 100 મિનિટની મુલાકાતની સામે હજારો ચર્ચાઓ કેમ, આ રહ્યા એના 3 કારણો….
1. મોદી-ઉદ્ધવની મુલાકાત થઈ, સવાલો ઉપજ્યાં તો ઉદ્ધવે જૂના સંબંધોની યાદ અપાવી
7 જૂને પ્રધાનમંત્રી મોદીએ સૌથી મોટી જાહેરાત કરી કે…. 18 પ્લસનું વેક્સિનેશ ફ્રી થશે. એના એક દિવસ પછી ઉદ્ધવ 8 જૂનના રોજ દિલ્હી મુલાકાતે ગયા હતા. મોદીને મળ્યા અને આશરે 100 મિનિટ ચર્ચા પણ કરી. એમની સાથે ડેપ્યુટી CM અજિત પવાર અને મંત્રી અશોક ચૌહાણ પણ હતા, પરંતુ ઉદ્ધવ-મોદી મુલાકાત બંધ બારણે યોજાઈ હતી.
આ અંગે ઘણી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. ઉદ્ધવ બોલ્યા- ભલે રાજકીય દ્રષ્ટિએ સાથે નથી, પરંતુ એનો અર્થ એ નથી કે અમારા સંબંધો પૂરા થઈ ગયા છે. હું કોઈ નવાઝ શરીફને મળવા થોડી ગયો હતો? કે મારે છુપાવવું પડે. જો હું એમની સાથે રૂબરૂ મુલાકાત કરૂ છું તો એમા ખોટું શું છે?
2. રાઉતે મોદીને ટોપ લીડર જણાવ્યા, ત્યારે લાગ્યું કે ફરીથી સંબંધો સુધરી રહ્યા છે
લીડરશીપ અંગે સંજય રાઉતે ગુરૂવારે કહ્યું કે હું માનું છું કે દેશમાં નરેન્દ્ર મોદી ટોપના લીડર છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એજ લીડર છે. કોઈપણ આ તથ્યને નકારી શકતું નથી કે છેલ્લા 7 વર્ષમાં ભાજપે જે સફળતા પ્રાપ્ત કરી છે, એ તમામ નરેન્દ્ર મોદીને કારણે જ શક્ય થઇ છે.
જોકે, આ નિવેદન સાથે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અંગે રાઉતે કહ્યું કે મોદીએ આ પ્રકારના ચૂંટણી પ્રચારમાં હાજર રહેવાની જરૂરત નથી, કારણકે તેઓ હવે દેશના નેતા છે.
3. શરદ પવારે શિવસેનાને બાલા સાહેબ યાદ અપાવ્યા, સંકેત આપ્યો કે સાથ નહીં છોડવો
રાજકીય નિવેદનો અને ઉદ્ધવ-મોદીની મુલાકાત વચ્ચે શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર 5 વર્ષ ચાલશે. તેઓએ કહ્યું હતું કે શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ આગામી એટલે કે 2024ની ચૂંટણીમાં પણ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે અને અમારું પ્રદર્શન પણ સારૂ રહેશે. શિવસેના એવી પાર્ટી છે, જેના પર ભરોસો કરી શકાય છે. બાલા સાહેબે પણ ઈંદિરા ગાંધીને આપેલુ વચન નિભાવ્યું હતું.
પવારે કહ્યું કે અમે ક્યારેય નહતું વિચાર્યું કે શિવસેના સાથે સરકાર બનાવીશું, કારણ કે અમે ક્યારેય પણ સાથે કામ કર્યું નહતું. પરંતુ, ત્રણેય પાર્ટિઓએ મહામારીના સમયગાળામાં સાથે મળીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.