ચેન્નાઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સ (આઇએલ એન્ડ એફએસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારિથની એક લાખ કરોડના કૌભાંડમાં ધરપકડ કરી છે.
આઇએલ એન્ડ એફએસ ગુ્રપના મેનેજમેન્ટે આ કૌભાંડ કરવા માટે તેની 350થી પણ વધારે કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. આઇએલ એન્ડ એફએસ ગુ્રપે ચેરમેન અને એમડી સીઇઓ રવિ પાર્થસારિથના નેજા હેઠળ આ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં 200 કરોડ ગુમાવનારી 63 મૂન્સ ટેકનોલોજીસ લિમિટેડની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ ડિપોઝિટરોની પણ ફરિયાદો નોંધવામાં આવી છે.
અગાઉ પાર્થસારિથ દ્વારા આગોતરા જામીનની કરવામ આવેલી અરજીને મદ્રાસ હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. વાણિજ્યિક ગુનાની તપાસ કરતા વિભાગે જણાવ્યું હતું કે આઇટીએનએલના ડિપોઝિટરો અને રોકાણકારો ઇઓડબલ્યુ સમક્ષ તેમના દાવા રજૂ કરી શકે છે.
આઇએલ એન્ડ એફએસની કટોકટી 2018માં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કંપની તરલતાની કટોકટીના લીધે નાણાકીય ચૂકવણીમાં નાદારી નોંધાવવા માંડી. તેના પછી કંપની ઓગસ્ટ 2018માં બોન્ડસના રોકાણકારોને નાણા ચૂકવવાના આવ્યા ત્યારે પડી ભાંગી.
કંપનીનો પ્રારંભ રોડ કન્સ્ટ્રકશન ફાઇનાન્સ કંપની તરીકે થયો હતો. તેના પછી તેણે 347 જેટલી પેટા કંપનીઓ રચી હતી અને તેના પર 91,000 કરોડનું દેવું હતું. એનબીએફસીએ ફક્ત બધુ કાગળ પર બતાવીને રેટિંગ એજન્સીઓ, એનાલિસ્ટો અને નિયમનકારો બધાને છેતર્યા હતા. આઇએલ એન્ડ એફએસે જ્યારે સંસૃથાઓને ચૂકવણી કરવામાં નાદારી નોંધાવવા માંડી ત્યારે નાણાકીય બજારોમાં ભય પ્રસરી ગયો.