ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનર પાસે પરવાનગી માગવામાં આવી છે.

કોરોના સંક્રમણના 58 દિવસ બાદ અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાની ગાઇડ લાઈનના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે મંદિરના ટ્રસ્ટી દ્વારા રથયાત્રાના આયોજન અંગે અરજી કરવામાં આવી છે.

જેમાં પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનર પાસે પરવાનગી માગવામાં આવી છે. રથયાત્રામાં રથ, ભજન મંડળી, ગજરાત, અખાડા સાથે આયોજન કરવાની પરવાનગી માંગવામાં આવી છે. જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગીની રજૂઆત કરવામાં આવી છે. માત્ર રથ નહીં પરંતુ રથ સાથે ગજરાજ પર યાત્રામાં જોડાવા માંગ કરવામાં આવી છે.

જો કે, રથયાત્રા અંગે નિર્ણય બાકી છે પરંતુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. નાથની નગરચર્યાના દર્શન કરવા નગરજનો આતુર  જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ તે મોટો પ્રશ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *