ડબ્બૂ રતનાનીનું કેલેન્ડર 2021: બોલીવુડ એક્ટ્રેસ નો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો

બોલિવૂડના ફેવરિટ ફેશન ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્યુઅલ કેલેન્ડર લઈને આવ્યા છે. ડબ્બૂએ આ કેલેન્ડર ડિસેમ્બર તથા ફેબ્રુઆરીમાં શૂટ કર્યું હતું. કોરોના હોવાને કારણે આ વખતે કેલેન્ડર બહુ જ ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટ કરવામાં આવ્યું હતું. દર વર્ષે કેલેન્ડર લૉન્ચિંગ પર સ્ટાર્સ આવે છે, પરંતુ આ વખતે ઑનલાઈન જ કેલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું છે. ડબ્બૂ છેલ્લાં 22 વર્ષથી દર વર્ષે સેલિબ્રિટી કેલેન્ડર લૉન્ચ કરે છે.

અત્યાર સુધી ડબ્બૂએ સની લિયોની, તારા સુતરિયા, વિદ્યા બાલન, વિજય દેવરાકોંડા, અભિષેક બચ્ચન, વિકી કૌશલ, વરુણ ધવન, અમિતાભ બચ્ચન તથા સૈફ અલી ખાનના ફોટો સો.મીડિયામાં શૅર કર્યાં છે.

તારા સુતરિયા પહેલી જ વાર જોવા મળી
‘સ્ટૂડન્ડ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર તારા સુતરિયા આ વર્ષે પહેલી જ વાર ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં જોવા મળી છે. સની લિયોનીએ માત્ર એક હેટથી પોતાનું શરીર ઢાંક્યું છે. વિજય દેવરાકોંડા પણ પહેલી જ વાર ડબ્બૂના કેલેન્ડરમાં જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિજય દેવરાકોંડા પ્રોડ્યૂસર કરન જોહરની ફિલ્મ ‘લાઈગર’માં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે પણ છે. આ ફિલ્મ હિંદી તથા તેલુગુમાં રિલીઝ થશે.

ડબ્બૂ રતનાનીએ અત્યાર સુધી આ સેલેબ્સની તસવીરો શૅર કરી છે

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન
વિકી કૌશલ
વિકી કૌશલ
વિદ્યા બાલન
વિદ્યા બાલન
વરુણ ધવન
વરુણ ધવન
રીતિક રોશન
રીતિક રોશન
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
તારા સુતરિયા
તારા સુતરિયા
સની લિયોની
સની લિયોની

સામાન્ય રીતે ડબ્બૂના કેલેન્ડરમાં 24 સેલેબ્સ હોય છે
ડબ્બૂ રતનાની બોલિવૂડના 24 સેલેબ્સ સાથે પોતાનું કેલેન્ડર લૉન્ચ કરે છે. અમિતાભ, ઐશ્વર્યા, અભિષેક, શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, રીતિક રોશન, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ કેલેન્ડરમાં અચૂકથી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *