મોંઘવારીએ માઝા મૂકી : રિટેલ – હૉલસેલ ફુગાવો નવી ટોચે

નવી દિલ્હી : મે મહિનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. મે મહિનામાં રિટેલ અને જથૃથાબંધ બંને ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો વધીને 6.3 ટકા થઇ ગયો છે. બીજી તરફ મે મહિનામાં જથૃથાબંધ ભાવાંક(હોલસેલ પ્રાઇસ બેઝ્ડ) આધારિત ફુગાવો વધીને 12.4 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીને ઓલટાઇમ હાઇ સપાટી છે.

સરકાર દ્વારા જારી કરવામાં આંકડાઓ અનુસાર એપ્રિલ, 2021માં રિટેલ ફુગાવો 4.23 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિટલ્ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર મે મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 5.01 ટકા રહ્યો છે.

જેમાં ગયા મહિનાની સરખામણીમાં 1.96 ટકાનો વધારો થયો છે.  ઉલ્લેખનીય છે કે એપ્રિલ, 2021માં જથૃથાબંધ ફુગાવો 10.49 ટકા હતો. જ્યારે એપ્રિલ, 2020માં જથૃથાબંધ ફુગાવો માઇનસ 3.37 ટકા હતો. સળંગ પાંચમાં મહિને જથૃથાબંધ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

જથૃથાબંધ ફુગાવાની ઉંચી સપાટી અંગે વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે મે, 2021માં જથૃથાબંધ ફગાવો વધવાનું કારણે લો બેઇઝ ઇફેક્ટ છે. આ ઉપરાંત ક્રૂડ પેટ્રોલિયમ અને મિનરલ ઓઇલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે પણ જથૃથાબંધ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને રિટેલ ફુગાવો 4 ટકા રાખવા જણાવ્યું છે. જો કે તેમાં બે ટકાની વધઘટનું માર્જિન રાખવામાં આવ્યું છે. આરબીઆઇ વ્યાજ દર નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. મે મહિનામાં રિટેલ ફુગાવો 6 ટકાથી વધારે રહેતા આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે.

આ મહિનાની શરૂઆતમાં પણ આરબીઆઇએ વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ નાણાકીય વર્ષ 2021-22માં સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો 5.1 ટકા રહેવાનો અદાજ મૂક્યો છે. આરબીઆઇના અંદાજ મુજબ 2021-22ના પ્રથમ કવાર્ટરમાં રિટેલ ફુગાવો 5.2 ટકા, બીજા કવાર્ટરમાં 5.4 ટકા, ત્રીજા કવાર્ટરમાં 4.7 ટકા અને ચોથા કવાર્ટરમાં 5.3 ટકા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *