શું છે Twitter નું પૂરું નામ ? વર્ષોથી વાપરતા હશો, પણ નહીં ખબર હોય Full form !

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને કેન્દ્ર વચ્ચે સરકારના નવા આઇટી નિયમો 2021 (New IT Rules 2021) ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકારે 26 મેથી નવા આઇટી નિયમો લાગુ કર્યા છે, પરંતુ ટ્વિટર દ્વારા તેનું પાલન કરવાની આનાકાની કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી થઈ શકે છે. જો કે, ટ્વિટર અંગે ચાલી રહેલી હાલાકી વચ્ચે, ઘણા લોકો તેને એક્પ્લોર કરી રહ્યા છે. ફક્ત 15 વર્ષ જુના આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું ઘણા લોકો પૂર્ણ સ્વરૂપ (Full Form) જાણતા નથી. શું તમે જાણો છો?

ઘણા લોકો તેને ચકલીની ચીં-ચીં સાથે જોડે છે. પરંતુ તેનો અર્થ ટ્વિટરના સંપૂર્ણ સ્વરૂપમાં છુપાયેલ છે. જુદા જુદા અહેવાલોમાં અલગ અલગ ફૂલ ફોર્મ આપવામાં આવ્યા છે. www.abbreviations.com અનુસાર, ટ્વિટરનું પૂર્ણ સ્વરૂપ છે (Full form of Twitter)- Typing What I’m Thinking To Everyone Reading. તે છે, એટ્લે કે મારા મગજમાં જે ચાલી રહ્યું છે તે ટાઇપ કરવું, જેથી દરેક તેને વાંચી શકે, તે જાણી શકે. જો કે, આ વિશે બહુ નક્કર પુરાવા નથી.
શું તમે જાણો છો કે ટ્વિટર (Twitter) નું નામ શરૂઆતથી જ ટ્વિટર નહોતું. જ્યારે Jack Dorsey, Noah Glass, Biz Stone અને Evan Williams માર્ચ 2006માં આ એપ્લિકેશન બનાવી ત્યારે તેઓ તેને એક એવી સર્વિસ અથવા એપ્લિકેશન બનાવવાની ઇચ્છા રાખતા હતા જેમાં લોકો તેમના મિત્રો અને પરિચિતોથી વાકેફ થઈ શકે. તેઓ શું કરી રહ્યા છે, શું ખાઇ રહ્યા છે, તેઓ ક્યાં જઇ રહ્યા છે વગેરે. તેણે શરૂઆતમાં તેનું નામ ‘Twitch’ રાખ્યું હતું.

હા! જેક ડોર્સી અને તેના ભાગીદારોએ તેને User Status Service તરીકે વિચાર્યું અને તેનું નામ ‘Twitch’ રાખ્યું. પાછળથી તેનું નામ Twitter રાખવામાં આવ્યું. જો તમે ટ્વિટરના શાબ્દિક અર્થની શોધ કરો છો, તો પછી ડિક્શનરીમાં તમને ચીંચીં કરવું,કલરવ વગેરે મળશે. અગાઉ ટ્વિટર પર, તમે 140 અક્ષરો લખીને તમારી વાત શેર કરી શકતા હતા, જે પછીથી વધારીને 280 શબ્દો કરવામાં આવ્યા હતા.

રાજકારણીઓથી માંડીને બૉલીવુડ, બિઝનેસ જગત, શિક્ષણ જગત, રમતગમત, મોટી હસ્તીઓ ટ્વિટર પર ઉપલબ્ધ છે. અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં રહેતા હોય છે. સરકારી મંત્રાલયો, વિભાગો અને એજન્સીઓ પણ આ પ્લેટફોર્મ પર છે. નવા આઇટી નિયમો હેઠળ જો ટ્વિટર નીતિ-નિયમોનું પાલન કરશે નહીં તો તેને આઈટી એક્ટની કલમ 79 હેઠળ સુરક્ષા આપવામાં આવશે નહીં અને તેને ઇન્ટરમીડિયરી પ્લેટફોર્મની સ્થિતિ છીનવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *