ચંદીગઢમાં અક્ષય કુમાર અને યશરાજ ફિલ્મસની પૃથ્વીરાજ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન શરુ છે. ફિલ્મના નામને લઇને ક્ષત્રિય મહાસભાએ આપત્તિ વ્યક્ત કરી છે. આ પહેલા જોધા અકબર અને પદ્માવત જેવી ફિલ્મો સાથે જોડાયેલા વિવાદ તો તમને યાદ જ હશે. કંઇક આ પ્રકારનો જ વિવાદ હવે યશરાજ ફિલ્મસની ક્ષય કુમાર અભિનિત ફિલ્મ પૃથ્વીરાજને લઇને શરુ થયો છે.
ચંદીગઢમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની આગેવાનીમાં પૃથ્વીરાજ ફિલ્મને લઇને પ્રદર્શન કરવામાં આવ્યું છે. સંગઠન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ફિલ્મનું નામ માત્ર પૃથ્વીરાજ ના હોઇ શકે, પરંતુ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અથવા તો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જોઇએ. તેમનું કહેવું છે કે પૃથ્વીરાજ ચૌહાણ છેલ્લા હિંદુ સમ્રાટ હતા અને તેવામાં તેમના નામને પુરતું સન્માન આપવું જોઇએ.
સંગઠન સાથએ જોડાયેલા કેટલાક લોકોએ માંગ કરી છે કે ફિલ્મ રિલીઝ કરવામાં આવે તે પહેલા ક્ષત્રિય અને રાજપૂત સંગઠન સાથે જોડાયેલા કેટલાક પ્રતિનીધિઓને આ ફિલ્મ દર્શાવવામાં આવે, જેથી તેઓ જોઇ શકે કે ફિલ્મમાં કોઇ વિવાદ તો નથી ને. અતવા તો ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ તો નથી કરવામાં આવી.
અખિલ ભારતીય મહાસભા સાથએ જોડાયેલા કેટલાક લોકોએ ચંદીગઢના સેક્ટર 45મા પ્રદર્શન કરતા કહ્યું કે જો ફિલ્મ સાથે જોડાયેલા તમામ વિવાદ સમાપ્ત કરવામાં ના આવ્યા તો આ ફિલ્મ સામે પણ તેવું જ પ્રદર્શન કરવામાં આવશે, જેવું જોધા અકબર અને પદ્માવત સામે કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે અક્ષય કુમારનું પૂતળું સળગાવીને નારેબાજી પણ કરી હતી.