ગુજરાતમાં વધુ એક મોટા સમાજે કરી પોતાના મુખ્યમંત્રીની માંગ,,,

ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી હતી. આ પછી ગઈ કાલે ક્ષત્રિય સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. હવે રાજ્યમાં વધુ એક સમાજ સામે આવ્યો છે. જેણે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે.

રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી તેમના સમાજના બને તે માટે બંધ બારણે બેઠક મળી હતી. સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે.

અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોર માંથી કોઈ એક મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે.

નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.

નરેશ પટેલે કહ્યું હતું કે, 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને. એટલુ જ નહી, નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો જે અધિકાર બને છે તેની અમે સરકારને રજૂઆત કરીશુ. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલ આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાની વાત નરેશભાઈ પટેલે કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું કે આમ તો ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવતો નથી.. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પ્રયોગોમાં સફળ રહ્યું છે.. તેને જોતા એવુ લાગે છે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) ફાયદો થશે.

નોંધનીય છે કે, કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પત્રકારોના સવાલના જવાબ આપતા ખોડલધામના ચેયરમેન નરેશ પટેલે ફરીથી ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *