સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ગઈ કાલે રાતે લાઇટ સાથે ભેદી ધડાકા થયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગઈકાલે રાતે બનેલી ઘટનાને લઈને ઠેર ઠેર ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાની બોર્ડરના ગામડાઓમાં લોકોએ અજુગતી ઘટના જોઈ હતી.
આકાશમાં એક સાથે 10થી વધુ લાઈટ અને ધડાકો થતા ઉપલેટા અને આજુબાજુના ગામડાના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ફાઇટર હોવાની અધિકારીઓમાં ચર્ચા છે, તો લોકોમાં ખગોળીય કે અન્ય કોઈ ઘટના હોવાની ચર્ચા છે. ઉપલેટા મામલતદારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે.
જો હજી સુધી શું ઘટના બની તેને લઈને અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ માહિતી નહિ. એક જ ચર્ચા આખરે ઘટના શું બની. નાના શહેરોથી લઈને નાના ગામડાઓમાં એક જ ચર્ચા આખરે બન્યું શુ હતું. આ પહેલા ક્યારેય આવું બન્યું જ નથી.