૧૦૦૦ લોકોના બળજબરીથી ધર્માંતરણના કૌભાંડનો પર્દાફાશ

લખનઉઃ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ સોમવારે દાવો કર્યો હતો કે તેમણે રાષ્ટ્રીય સ્તરે ચાલતા સામૂહિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમના નામ ઉમર ગૌતમ અને જહાગીર આલમ છે. બન્ને દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.

પોલીસનો દાવો છે કે આ બન્ને શખ્સો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ પણ મેળવી રહ્યા હતા. તેઓનો મુખ્ય ટાર્ગેટ દિવ્યાંગો, મુકબધીરો, બાળકો અને મહિલાઓ હતી. જેઓનું આ બન્ને શખ્સો ધર્માંતરણ કરાવી રહ્યા હતા. આરોપ છે કે આ બન્નેએ અત્યાર સુધી કુલ એક હજાર જેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આ જાણકારી એડીજી પ્રશાંત કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી.

એડીજીએ જણાવ્યું કે વિપુલ વિજયવર્ગીય અને આસિફની ધરપકડ થઇ હતી. જેમની પૂછપરછ બાદ અન્ય જાણકારી બહાર આવી હતી. આ બન્ને શખ્સો પાસેથી મળેલી માહિતીના આધારે એક મોટી ગેંગનો પર્દાફાશ થયો હતો કે જે ધર્માંતરણ કરાવવાનું કામ કરતી હતી. લોકોને વિવિધ પ્રકારની લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવવાનું કામ આ ગેંગ કરે છે.

જેમાં મુખ્ય નામ ઉમર ગૌતમ અને જહાગીર આલમ છે. આ બન્ને શખ્સો જામિયાનગરના રહેવાસી છે. ગૌતમે પણ પોતાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમની પાસેથી એક હજાર લોકોની યાદી મળી આવી છે કે જેઓનું લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ શખ્સો નબળા વર્ગના લોકોને પૈસા વગેરેની લાલચ આપતા અને લલચાવીને ધર્માંતરણ કરાવતા હતા. આ માટે તેમને વિદેશી સંસ્થાઓ પાસેથી સહાય પણ મળતી હતી. નોઇડા, કાનપુર, મથુરા વગેરે સ્થળોએ તેમની ગેંગ સક્રિય છેે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *