મીઠા લીમડાનો જ્યુસ છે ખૂબ જ ગુણકારી, જાણો તેના ફાયદા

સાંભાર, કઢી અને ચટણી જેવી વસ્તુઓનો સ્વાદ વધારવા માટે તમે મીઠા લીમડાનો વઘાર તો કરતાં જ હશો. ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગી તો તેના વગર અધૂરી જ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મીઠો લીમડો અથવા તેના જ્યુસનું સેવન કર્યુ છે? હકીકતમાં મીઠો લીમડો એટલે કે કરી પત્તાનો માત્ર સ્વાદ માટે જ ઉપયોગ નથી થતો. આ સ્વાસ્થ્યને પણ કેટલીય રીતે ફાયદો પહોંચાડે છે. તેમાં રહેલ આયર્ન, ઝિન્ક, કૉપર, કેલ્શિયમ, વિટામિન ‘એ’ અને ‘બી’, એમીનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફોલિક એસિડ જેવા પોષક તત્ત્વ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. જાણો, મીઠા લીમડાનો જ્યુસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આ સ્વાસ્થ્યને શું-શું ફાયદો પહોંચાડે છે.

આ રીતે તૈયાર કરો મીઠા લીમડાનો જ્યુસ

મીઠા લીમડાનો જ્યુસ તૈયાર કરવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ કરી લો. તેને મિક્સરમાં નાંખીને બે ચમચી પાણી નાંખીને ક્રશ કરી લો. જ્યારે આ પેસ્ટની જેમ તૈયાર થઇ જાય ત્યારે તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર ચલાવી દો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન કરો.

બીજી રીતે પણ જ્યુસ બનાવી શકાય છે

મીઠા લીમડાનો જ્યુસ બનાવવા માટે પંદર-વીસ મીઠા લીમડાને સાફ પાણીથી ધોઇને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકી દો. પાંચ મિનિટ સુધી ઉકાળ્યા પછી તેને ગરણીથી ગાળી લો. હવે તેમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો અને ઠંડું અથવા ગરમ જેવી ઇચ્છા હોય તેનું સેવન કરો.

એનીમિયાની પરેશાની દૂર કરે છે

મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી એનીમિયાની પરેશાની દૂર થાય છે. તેમાં વધુ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે એનીમિયાને દૂર કરવામાં મદદ કરે છે.

બૉડીને ડિટૉક્સ કરે છે

મીઠા લીમડાનો જ્યુસ શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢીને બૉડીને ડિટૉક્સ કરવાનું કામ પણ ખૂબ જ સારી રીતે કરે છે. આ સાથે જ આ એક્સ્ટ્રા ચરબીને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે

વજન ઓછું કરવામાં મીઠા લીમડાનો જ્યુસ ઘણી મદદ કરે છે. જે લોકો જ્યુસ પીવાનું પસંદ નથી કરતા તે લોકો પણ આ પાંદડાંનું સેવન પણ જમવાની સાથે કરી શકે છે. આ ચરબીને ઘટાડે છે અને તેમાં રહેલા ફાઇબર બૉડીથી ટૉક્સિન બહાર કરે છે.

આંખોની રોશની વધારે છે

આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનો જ્યુસ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ તેમાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ મોતિયા જેવી મુશ્કેલીને વહેલા આવવા દેતી નથી. તમે ઇચ્છો તો જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન કરી શકો છો.

પાચનતંત્રને મજબૂત કરે છે

મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂતી મળે છે. આ સાથે જ પેટમાં ગેસ, અપચા જેવી સમસ્યાને દૂર કરવામાં પણ આ સારી ભૂમિકા નિભાવે છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસના દર્દીને રાહત આપે છે. તેમાં એન્ટી-ડાયાબિટીક એજેન્ટની હાજરી શરીરમાં ઇન્સ્યુલિનની એક્ટિવિટી પર અસર કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સાથે જ મીઠા લીમડામાં રહેલ ફાઇબર પણ ડાયાબિટીસ પેશેન્ટને ફાયદો પહોંચાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *