ભારતીય ટીમ 2021 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ન્યુઝીલેન્ડ થી હારી ગઇ હતી. મેચ છઠ્ઠા દિવસ સુધી ચાલી અને ન્યુઝીલેન્ડે બાજી મારી લીધી હતી. ભારતે ન્યુઝીલેન્ડ ને 139 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. આ સાથે જ ભારતીય ટીમનુ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં હારનો સીલસીલો જારી છે. 2013 માં ચેમ્પિયન્ય ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ દરેક વખતે આઇસીસી ટુર્નામેન્ટની સેમીફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચવા છતાં ટ્રોફી થી દુર રહે છે. 2014 થી અત્યાર સુધી 6 વખત આમ થયુ છે.
2014 T20 વિશ્વકપ ફાઇનલઃ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જોકે શ્રીલંકા એ તેને ચેમ્પિયન બનવાથી રોકી લીધુ હતુ. આ દરમ્યાન લસિથ મલિંગાએ કમાલની બોલીંગ કરી હતી. તેણે અંતિમ ઓવરોમાં યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોની સામે કસીને બોલીંગ કરી હતી. જે મેચ માહેલા જયવર્ધને અને કુમાર સાંગાકારાની અંતિમ મેચ હતી. ભારત એ પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા 4 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેને શ્રીલંકાએ 17.5 ઓવરમાં પાર કરી લઇ જીત મેળવી હતી.
2015 વિશ્વ કપ સેમીફાઇનલઃ ભારત ડિફેન્ડીંગ ચેમ્પિયનની રુપે ટૂર્નામેન્મેન્ટમાં ઉતર્યુ હતુ. આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દર્શાવી હતી. પરંતુ સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલીયા સામે 95 રને ટીમ ઇન્ડીયા હારી ગઇ હતી. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા 328 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 233 રનમાં જ સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયાએ ફાઇનલ મેચ જીતવા એ ફાઇનલ મેચ જીતવા સાથે પાંચમી વખત વિશ્વકપ પોતાને નામ કર્યો હતો.
2016 T20 વિશ્વકપ સેમીફાઇનલઃ આ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાઇ હતી. જેમાં પહેલા બેટીંગ કરીને 2 વિકેટે 192 રનનો સ્કોર ખડક્યો હતો. પરંતુ વેસ્ટઇન્ડીઝ એ ભારતની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. વેસ્ટઇન્ડીઝ ટીમ બે બોલ બાકી રહીને મેચ જીતી લીધી હતી. 2016 ની ફાઇનલ મેચ પણ વેસ્ટઇન્ડીઝ એ જીતી લીધી હતી.
2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પ્રથમ વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં પહોંચી હતી. જોકે પાકિસ્તાને તેને હરાવી દીધુ હતુ. પાકિસ્તાન એ પહેલા બેટીંગ કરી હતી અને ચાર વિકેટ પર 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 158 રન પર જ સમટાઇ ગઇ હતી.
2019 વિશ્વકપ સેમીફાઇનલઃ એક વાર ફરી થી ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટ સ્ટેજમાં પહોંચી હતી. જે વખતે સેમીફાઇનલ માં ન્યુઝીલેન્ડ સામે મેચ હતી. કેન વિલિયમસન ની કેપ્ટનશીપ ધરાવતી ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. તેણે આઠ વિકેટ પર 239 રનનો સ્કોર કર્યો હતો. જે મેચમાં વરસાદનો અવરોધ સર્જાયો હતો. એવામાં ભારતીય ટીમે રિઝર્વ ડે પર બેટીંગ કરી હતી. જેમાં 221 રન જ ટીમ બનાવી શકી હતી. આણ ભારત 18 રને હારી ગયુ હતુ. ન્યુઝીલેન્ડ એ ટાઇટલ મેચ ઇંગ્લેંડ સામે રમી હતી. જોકે ઇંગ્લેંડની ટીમ ખૂબ ચોગ્ગા અને છગ્ગા લગાવી ટાઇટલ વિજેતા બની હતી.