રાત્રિ કર્ફ્યૂને લઈ રાજ્ય સરકાર કરવામાં આવી મોટી જાહેરાત

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ વિદાયમાન થઈ ચુકી છે ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના કેટલાક નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

હવે રાજ્યના 18 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અત્યાર સુધી રાજ્યમાં કૂલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.

આ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

• રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે

• આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો

• આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

• રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

• આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

• હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે

18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઈ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

અત્યાર સુધી લગ્ન પ્રસંગમાં 50 લોકોને છૂટછાટ આપવામાં આવતી હતી જે વધારી દેવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં 40  લોકોને છૂટ અપાઈ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *