અમેરિકાના ફ્લોરિડામાં બનેલી ઘટનામાં એક ગુજરાતી પરિવાર સહિત 99 લોકો લાપતા

ફ્લોરિડાના મિયામીમાં દરિયાકિનારે બનેલી એક 12 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારત શૈમ્પ્લેન ટાવર્સ નામથી પ્રચલિત હતુ. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે તો 99 લોકો લાપતા છે. રેસ્ક્યૂ ટીમે હમણાં સુધી 102 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ કાર્યરત છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગુજરાતનો એક પરિવાર પણ લાપતા બન્યો છે. ગુજરાતી પરિવારની ભાવના પટેલ તેના પતિ વિશાલ અને એક વર્ષની દીકરી પણ લાપતા છે. આ પરિવારના એક મિત્રએ જણાવ્યું છે કે ભાવના આ સમયે ગર્ભવતી છે.

મિયામીના મેયરે જણાવ્યુ કે આ ઈમારત 12 માળની હતી અને તેમાં 130થી વધારે યુનિટ્સ છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ઈમારતના એક એક વ્યક્તિને બચાવી ન લેવાય ત્યાં સુધી રેસ્ક્યૂની કામગીરી ચાલુ જ રહેશે. મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂ આસિસ્ટેન્ટ ફાયર ચીફ જદલ્લાહે કહ્યું કે બચાવેલા લોકોમાં કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ઈલાજ માટે મોકલવામાં આવી રહ્યા છે.

મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂ અસિસ્ટેન્ટ ફાયર ચીફ જદલ્લાહે પુષ્ટી કરી છે કે કાટમાળની નીચેથી લોકોના અવાજ સંભળાય રહ્યા છે. મોટા પ્રમાણમાં અવાજો પાર્કિંગ ગેરેજના નીચેથી આવી રહી છે. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ જલ્દીથી જલ્દી તે લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે. ફ્લોરિડા સરકારે ઘટનાની ગંભીરતા જોતા પીડિત પરિવારોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં આપાતકાલીન ઘોષણા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *