લાખો ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું

અમદાવાદ : ગરીબોને ખાવા ધાન્ય મળી રહે તે માટે રેશનિંગની દુકાનોમાંથી સસ્તા દરે અનાજ વેચવાની વ્યવસૃથા છે. થોડી આિર્થક સધૃધરતા થતાં સરકારી અનાજ નહીં લેવાની ખુદ્દારી દાખવનાર કે પછી બહાનાં કરીને ગરીબોને નહીં આપેલું અનાજ કાળાબજારમાં વેચી મારવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના એક ડઝન જિલ્લાના અનેક દુકાનદારો સાથે મેળાપીપણું રચી સરકારી અનાજની કાળાબજારી કરવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડયું છે.

આયોજનબધૃધ રીતે ચલાવાતા કૌભાંડમાં ઓળખી કઢાયેલા 49 આરોપીમાંથી આઠ મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી ઊંડાણભરી તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, બે ખાસ સોફ્ટવેર બનાવીને જે નાગરિકો અનાજ નહોતા લઈ જતાં તેમના નામના ખોટા બીલો બનાવી કૌભાંડ આચરવામાં આવતું હતું.

સસ્તા અનાજની વિતરણ વ્યવસૃથામાં ચાલતી ગરબડો દૂર કરવા માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જો કે, આ સિસ્ટમમાં પણ છીંડા શોધી કાઢીને ગુજરાત વ્યાપી કરોડો રૂપિયાનું સરકારી અનાજ ચાઊં કરી જવાનું કૌભાંડ ચલાવતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

જે રેશનકાર્ડ ધારકો દર મહિને રેશનિંગનું અનાજ ખરીદતાં ન હોય તેમના નામે પોતાના ફાયદા માટે ખોટા ઓનલાઈન બીલો બનાવીને આયોજનબધૃધ રીતે અનાજ મેળવી લઈને કાળાબજારમાં મોકલી અપાતું હતું. આ કૌભાંડ ચલાવનારાં શખ્સો અને રાજ્યના 12 જિલ્લાના અનેક રેશનિંગના દુકાનદારોએ મેળાપિપણું રચી બે વર્ષમાં કરોડો રૂપિયાનું અનાજ બારોબાર વેચી માર્યાની પ્રાથમિક વિગતો છે.

એકબીજાની મદદગારી કરીને રેશનકાર્ડ ધારકની જાણ બહાર જ તેમના રેશનકાર્ડની વિગતો, નામો, સરનામું, કાર્ડ નંબર, આધારકાર્ડ અને અને આંગળાની છાપનો ડેટા રેશનિંગની દુકાનોમાંથી મેળવી લેવાતો હતો. આ ેડેટાના આધારે ગેમ સ્કેન અને સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફ્ટવેર બનાવાતાં હતાં.

આ પ્રકારે ખોટા બીલો બનાવી રેશનિંગનું અનાજ જે-તે ગ્રાહકને આપી દીધું હોવાની વિગતો સરકારની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવતી હતી. ખરેખર તો આ અનાજ ખુલ્લા બજારમાં કાળાબજારમાં વેચી દેવામાં આવતું હતું. આ રીતે સરકારી રાશનને સગેવગે કરી સરકાર અને રેશનકાર્ડ ધારકો સાથે વિશ્વાસઘાત કરાયાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. કે.એમ. ચાવડાએ નોંધાવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી. ચુડાસમાએ જણાવ્યુ ંકે, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં આઠ આરોપી પકડાયાં છે. સોફ્ટવેરની તપાસમાં પ્રાથમિક તબક્કે જ 35962 એન્ટ્રી મળી આવી છે. ચેલ્લા બે વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું.

આથી, બે વર્ષ દરમિયાન લાખો એન્ટ્રીઓ ખોટી રીતે બતાવીને ખોટાં બીલો બનાવીને કરોડો રૂપિયાનું સરકારી અનાજ કાળાબજારથી ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવ્યું હોવાની આશંકા છે. ચોંકાવનારી બાબત એ છે કે, રાજ્યવ્યાપી કૌભાંડમાં ખોટા બીલ બનાવનાર વ્યક્તિઓ એક બીલદીઠ 35-40 રૂપિયા મેળવતાં હતાં. તો, ગ્રાહકનો ડેટા  લાવનાર શખ્સ ગ્રાહકદીઠ 10 રૂપિયા મેળવતો હતો.

રેશનિંગના 39 દુકાનદારોના નામ ખૂલ્યાં છે અને હજુ અનેક નામો ખૂલવાની સંભાવના પોલીસ જોઈ રહી છે. વર્તમાન સિૃથતિએ તો આ કૌભાંડમાં અત્યાર સુધીમાં બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારના આરોપીના નામ ખૂલ્યાં છે. આવનારાં દિવસોમાં મહેસાણા, રાજકોટ, ભાવનગર અને સુરત સિવાય અન્ય મળી કુલ 12 જિલ્લાના અનેક લોકોના નામો ખૂલવાની સંભાવના છે. અનેક ચોંકાવનારા ંઘટસ્ફોટ થવાની સંભાવના જોવાઈ રહી છે.

અમદાવાદનો યુવક ગરીબોનો ડેટા લાવે, બનાસકાંઠાના 4 યુવક નકલી બિલ બનાવે

અનાજ કૌભાંડ કઈ રીતે આયોજનપૂર્વક ચલાવાતું હતું તેનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. અમદાવાદનો યુવક ગરીબ ગ્રાહકોનો ડેટા લાવતો હતો અને ચાર યુવકો નકલી બીલ બનાવતાં હોવાની વિગતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલી છે. પોલીસ ફરિયાદ અનુસાર આઠ મુખ્ય આરોપી અને તેમની ભૂમિકા આ મુજબ છે. જો કે, મુખ્ય માથાંઓના નામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલવાની આશા છે.

– અમદાવાદનો અલ્પેશ ઉર્ફે આનંદ મુકુંદભાઈ ઠક્કર: ગ્રાહકોનો ડેટા લાવતો અને એક ગ્રાહકદીઠ 10 રૂપિયા લેતો હતો

– પાલનપુરના કૌશિક દેવશીભાઈ જોશી, દિપક મુકેશભાઈ ઠાકોર અને હિતેષ હીરાભાઈ ચૌધરી: ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન 70000માં બનાવી આપી. સસ્તા અનાજના ગ્રાહકોના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામું અને ફિંગરનો ડેટા મેળવી  સસ્તા અનાજનો બારોબાર સોદો કરાતો હતો.

– રફીકભાઈ હબીબભાઈ મહેસાણિયા, જાવેદભાઈ એહમદભાઈ રંગરેજ, લતીફભાઈ ઐયુબભાઈ માણેસિયા, મુસ્તુફા અબ્બાસભાઈ માણેસિયા : ગ્રાહકોનો ડેટા હોય તેના આધારે અનાજ લઈ ગયાં હોવાના નકલી બીલ બનાવતાં હતાં.

– અન્ય આરોપીઓ: સાવન મોદી અને કમલેશ મોદી હિંમતનગર, સૈયદ-ઈડર, ઈરફાનભાઈ- વડાલી, રિઝવાનભાઈ – રાજકોટ, રમેશભાઈ મુમનવાસ, વાસુભાઈ બારોટ, જેથલી, ગિરધારીભાઈ- દાંતિવાડા, કમલેશભાઈ – સિધૃધપુર, પ્રકાશભાઈ- સુરત, શંકરલાલ- મહુવા, ધર્માભાઈ સેનમા- પુંજપુર, ભોજાભાઈ- થલવાડા, લલ્લુભાઈ તોરણિયા, વી.એચ. ડાભી સરોત્રા, સાબીરભાઈ અને એમ.પી. ઈકબાલગઢ, રાજુભાઈ – પાલનપુર, જાકીરભાઈ- નાગેલ, અબ્બાસભાઈ મીર- ભાખન્ડી, ઈમરાનભાઈ બસુ, રિદાયતભાઈ અડેરણ, કૈલાસભાઈ- સુરત, સાદીકભાઈ કોયલાપુર, હસમુખભાઈ પીપળાવાળી વાવ, ત્રિકોલભાઈ- ધાનેરા, મુકેશ જોશી- છોટા બામોન્દ્રા, દિનેશભાઈ દલપુરા, રાજુભાઈ કોસા, જે.પી. ખરાડી- પાન્છા, ગલાભાઈ ભાથાભાઈ સેબલપાણી, દિલીપભાઈ કુણોદરા, કાનજીભાઈ ગરાસિયા- વસી, અમરતભાઈ બિજલાસણ, મોર્યા બારોટ- વડગામ, અફસરભાઈ પારેખ- ઉપલેટા, ઈકબાલભાઈ અને હરપાલસિંહ વાળા- જસદણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *