ચાંદખેડામાં રહેતા બિલ્ડરનું અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગનારા પાંચ શક્સોની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. આરોપીને સુરેન્દ્રનગરના લીમડી ખાતે ગોંધી રાખવામાં આવ્યો હતો જ્યાંથી પોલીસે તેનો છુટકારો કરાવ્યો હતો. પોલીસે આ કેસના ત્રણ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ચાંદખેડામાં મલબેરી હેબીેડ ખાતે બિલ્ડર પ્રકાશભાઈ એલ.પ્રજાપતી(૩૮) તેમની પત્ની બે દિકરા અને માતા સાથે રહે છે. થોડા દિવસ પહેલા પ્રકાશભાઈ બહાર ગયા હતા ત્યારે નરેન્દ્રસિંહ રાઠોડ અને તેમનો દિકરો વિરેન્દ્રસિંહ પ્રકાશભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેમણે નરેન્દ્રસિંહે પ્રકાશભાઈના પત્ની હર્ષાબહેનને ધમકી આપી હતી કે તારા ઘરવાળાને કહી દેજે કે મારા પૈસા આપી દે નહીતર તને અને તારા છોકરાઓને જાનથી મારી નાંખીશ. બાદમાં બન્ને ત્યાંથી જતા રહ્યા હતા.આથી તેમેણે તેમના પતિને જાણ કરી હતી.
બીજીતરફ ૨૬ જુનના રોજ વહેલી સવારે કુતરાને બિસ્કીટ ખવડાવવા ઘરની નીચે ગયા બાદ પરત આવ્યા ન હતા. આથી પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. તે સમયે પ્રકાશબાઈ સાથે કામ કરતા શિવાકાંત આર.તિવારીએ હર્ષાબહેનને ફોન કરીને કહ્યું હતું કે તેમની પર પ્રકાશભાઈનો ફોન આવ્યો હતો અને આ લોકો તેમની પાસે એક કરોડ માંગે છે. આથી હર્ષાબહેને ચાંદકેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીથી શિવાકાંતને કોઈે ફોન કરીનેપોતે વાઘાભાઈ ભરવાડ બોલે છે કહીને પ્રકાશભાઈ સાથે વાત કરાવી હતી. પ્રકાશભાઈે આ લોકો નરેન્દ્રસિંહના માણસો છે એ એક કરોડ નહી આપે તો મને જાનથી મારી નાંખશે, એમ શિવાકાંતને કહ્યું હતું.
આ અંગે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ લોકેશન અને સીસીટીવી તપાસતા આરોપીઓ બાવળા બગોદરા તરફ ગયા હોવાનું જણાયું હતું.તે સિવાય બાવળાના ભાયલા ખાતે રહેતા નરેન્દ્રસિંહ આર.રાોડને પ્રકાશભાઈ પાસેથી ચારથી પાંચ કરોડ રૃપયા લેવાના નીકળતા હવાથી પતાના મળતીયા માણસ દ્વારા તેમનું અપહરણ કર્યું હતું.આથી પોલીસે સુરેન્દ્રનગરના રળોલ ગામ ખાતે રેડ પાડીને પ્રકાશભાઈનો છુટકારો કરાવ્યો હતો. આ કેસમાં પોલીસે અપહરણ કરાવનારા નરેન્દ્રસિંહ રાઠોડ, અપહરણનું કાવતરૃ ઘડનારા વાઘાભાઈ જી.ભરવાડ, રઘુ એસ.ભરવાડા, ગોંધી રાખનારા અબ્દુલ એ.ટીંબલીયા, યુનુસ એ.વારૈયાની અટક કરી હતી. જ્યારે ફરાર રામજી વી.ભરવાડ તથા અન્ય બે શક્સોની શોધખોળ હાથ ધરી છે.