વસ્ત્રાપુરમાં Hotel S.N. Blue માં દારૂની મહેફીલ માણતા 9 નબીરા ઝડપાયા

અમદાવાદ : વસ્ત્રાપુરમાં એસ.એન.બલ્યુ હોટેલમાં કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં નવ શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે બે યુવતીએ દારૂ પીધો ન હોવાથી પોલીસે તેમને જવા દીધી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસ 28 જુનના રોજ પેટ્રોસિંગ કરી રહી હતી ત્યારે તેમને મોડી રાત્રે માહિતી મળી હતી કે વસ્ત્રાપુરના શૈલી રકોમ્પ્લેક્સમાં એસ.એન.બ્લ્યુ હોટેલા ત્રીજા માળના રૂમ નંબર 313માં કેટલાક શક્સો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે રાત્રે પોણા બે વાગ્યો હોટેલના આ રૂ પર દરોડો પાડયો હતો. તપાસ કરતા નવ શક્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

જેમાં જીવરાજપાર્કમાં રહેતા જીગર વી.પરમાર(29), વસ્ત્રાપુરમાં રહેતા વિશાલ ડી.પરીખ(28), પાલનપુરમાં રહેતા વરસાદ ડી.શાહ(25)પાલનપુરના વિકી ડી.શાહ((30), વિકાસ આર.શાહ(26), રાણીપના સંજય જી.પટેલ(30), વાસણાના શાલીન વી.શાહ(28),  એલિસબ્રિજના વૈભવ કે.શાહ(27) અને વાસણાના જૈનમ બી.શાહ (29)નો સમાવેશ થાય છે.

પોલીસે અહીંથી દારૂની અડધી ભરેલી બે બોટલ તથા બિયરની ભરેલી બોટલ કબજે કરી હતી. તે સિવાય અહીંથી બે યુવતીઓ પણ મળી આવી હતી. જોકે તેમણે દારૂ પીધો ન હોવાથી પોલીસે જવા દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *