ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હવે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વાયરસના વધી રહેલા કેસથી આરોગ્ય વિભાગ માટે ચિંતા વધી ગઇ છે. ગુજરાતમાંથી હવે વડોદરા, સુરત બાદ જામનગરમાંથી પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ મળી આવ્યો છે. જામનગરમાં ૬૦ વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસના લક્ષણો જોવા મળ્યા છે. આ મહિલાના સંપર્કમાં આવેલા ૯ લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.
કોરોનાની બીજી લહેર બાદ દેશમાં ડેલ્ટા પ્લસ વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. ગુજરાતમાં એપ્રિલ માસ દરમિયાન સુરત ખાતે અને ત્યારબાદ વડોદરા ખાતે ડેલ્ટા પ્લસનો કેસ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં રહેલા ડેલ્ટા પ્લસના દર્દીઓ ને યોગ્ય સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને સાથો સાથ આરોગ્ય વિભાગે આ બને દર્દીની સર્પક માં આવેલ ૧૭ લોકો નું જીનોસિસ ની તપાસ કરી હતી. પરંતુ તે ૧૭ લોકોના શરીરમાં ડેલ્ટા પલ્સ નાલક્ષણો જોવા ન મળતા રાજય સરકાર નું આરોગ્ય વિભાગે રાહત નો શ્વાસ લીધો હતો. અલબત્ત, થોડા જ દિવસોમાં બાદ રાજ્યમાં જામનગર ખાતે ફરી વખત ડેલ્ટા પલ્સ ત્રીજો કેસ સામે આવતા ફરી વખત ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ નોંધાયો હતો, જેમાં જામનગરના હિંમતનગર વિસ્તાર ખાતે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાને કોરોનાનો થયો હતો. આ પછી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યાં હતા. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા તબીબોએ મહિલા વૃદ્ધાના જીનોસિસ ના સેમ્પલ લીધા હતા અને આઇસીએમઆર માન્ય લેબમાં સેમ્પલને તપાસ માટે મોકલાયા હતા. જેમાં વૃદ્ધાને ડેલ્ટા પ્લસ વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા.
જોકે, આ વાતની જાણ ઉચ્ચ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબોને થતા તુરત મહિલા ના સર્પકમાં રહેલા લોકોની તપાસ શરૃ કરી હતી. જેમાં આ વૃદ્ધ મહિલાના સર્પકમાં ૮ લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરાયા હતા. જેમાં ટ્રેસ કરાયેલા તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગાઇડલાઈન હેઠળ ટ્રેસ થેયલા તમામાં લોકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે.