ઉતર પ્રદેશમા ધર્મ પરિવર્તન કરાવતી ટોળકીના વધુ એક સાગરીત અમદાવાદ-વડોદરા હાઈવે પરથી ઝડપાઈ ગયો છે. ઉતરપ્રદેશમાં ધર્મ પરિવર્તન (Religious Conversion ) કરાવનારી ટોળકી સક્રીય બની હતી. જેની ફરિયાદ મળતા ઉતર પ્રદેશ પોલીસે, ટોળકીના એક પછી એક સભ્યોને પકડીને જેલના હવાલે કર્યા હતા. જો કે ટોળકીનો સભ્ય સલાઉદ્દીન અન્સારી (Salahuddin Ansari) ફરાર થઈ ગયો હતો. બાતમીના આધારે ઉતર પ્રદેશ એટીએસ (UP ATS) દ્વારા સલાઉદ્દીન અન્સારીને અમદાવાદ વડોદરા હાઈવે પરથી ઝડપી પાડ્યો છે.
ઉતર પ્રદેશ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ સમગ્ર કેસમાં એક પછી એક ચોકાવાનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ટોળકીને ધર્મપરિવર્તન કરાવવા માટે વિદેશથી નાણા મળતા હોવાનું પણ બહાર આવ્યુ છે. જો કે, આ કૌભાડ બહાર આવ્યા બાદ, તેના તાર ગુજરાત સાથે જોડાયેલા હોવાનું સામે આવતા જ, ઉતર પ્રદેશ પોલીસે છેલ્લા એક સપ્તાહથી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી હતી. વડોદરાથી ઝડપાયેલ સલાઉદ્દીન અન્સારી,