LinkedIn પર મોટો સાયબર એટેક, ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે 70 કરોડ યુઝર્સનો ડેટા

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn)નો ડેટા લીક થવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર લિંક્ડઇન(LinkedIn)ના 756 મિલિયન યુઝર્સનો ડેટા લીક(Data leak) થયો છે. આ ડેટા લીકમાં લિંક્ડઇનના લગભગ 92 ટકા યુઝર્સનો ડેટા શામેલ છે, જો કે આ ડેટા લીક કરનારા હેકર્સ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. લિંક્ડઇનના આ ડેટા લીકમાં યુઝર્સના ફોન નંબર, સરનામાં, લોકેશન અને યુઝર્સના પગાર જેવી વ્યક્તિગત માહિતી શામેલ છે.

લિંક્ડઇને પોતે જ 500 મિલિયન યુઝર્સના ડેટા લીક થવાની પુષ્ટિ કરી હતી

લિંક્ડઇન સભ્યનો અંગત ડેટા લીક થયો નથી

આ ડેટા લીક પર લિંક્ડઇન કહે છે કે કોઈ ડેટા લીક થયો નથી. નેટવર્કને સ્ક્રેપ  કરીને આ ડેટા કાઢવામાં આવ્યો છે. જો કે લિંક્ડઇને ચોક્કસપણે કહ્યું છે કે તે આ મામલાની તપાસ કરી રહ્યું છે. પ્રાથમિક તપાસ બાદ લિંક્ડઇને કહ્યું છે કે કોઈ પણ લિંક્ડઇન સભ્યનો અંગત ડેટા લીક થયો નથી. કંપનીનું કહેવું છે કે ડેટાને સ્ક્રેપ કરવું એ લિંક્ડઇનની પ્રાઈવસી પોલિસીનું ઉલ્લંઘન છે.

માહિતી ડાર્ક વેબ પર વેચાઇ રહી છે

નવા ડેટા લીકમાં શામેલ 700 મિલિયન વપરાશકર્તાઓની માહિતી ડાર્ક વેબ પર વેચાઇ રહી છે. હેકરોએ ડાર્ક વેબના સાર્વજનિક ડોમેનમાં એક મિલિયન વપરાશકર્તાઓનો ડેટા પોસ્ટ કર્યો છે. Restore Privacy એ આ ડેટા લીક વિશે પ્રથમ માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *