સરકાર આપી રહી છે પોતાનો Business શરૂ કરવાની તક! NAFED ની દેશભરમાં 200 Grocery Store ખોલવાની યોજના

નવી દિલ્હી: કોરોનાકાળમાં નોકરી ગુમાવી ચૂકેલા લોકો માટે બિઝનેસ (Business Idea) ની શાનદાર તક છે. સહકારી કૃષિ સંસ્થા નાફેડ ( NAFED) એ દેશભરમાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફ્રેંચાઇઝી મોડલ હેઠળ લગભગ 200 કરિયાણા સ્ટોર (Grocery Store) ખોલવાની યોજના બનાવી છે. નાફેડએ ગુરૂગ્રામમાં પોતાનો પહેલો કરિયાણા સ્ટોર ‘નાફેડ બજાર’ ની શરૂઆત પણ કરી ચૂક્યા છે. આવો જાણીએ શું છે સરકારની આ યોજના વિશે.

નાફેડ શું છે?
કેંદ્ર સરકાર (Central Government) ની એજન્સી નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા લિ. (National Agricultural Co-Operative Marketing Federation of India Ltd.) વિભિન્ન કૃષિ જિંસોની ખરીદી, આવૃતિ, વિતરણ, નિર્યાત અને આયાતનું કામ કરે છે. હાલ નાફેડની પાસે 20થી વધુ કરિયાણા સ્ટોરનું નેટવર્ક છે. ગુરૂગ્રામમાં સ્ટોરના ઉદઘાટન સમારોહમાં નાફેડના અધ્યક્સ બીજેંદર સિંહે કહ્યું કે નાફેડની યોજના આ નાણાકીય વર્ષના અંત સુધી દેશના વિભિન્ન ભાગોમાં નાફેડ બજાર નામથી ફ્રેંચાઇઝી મોડલ હેઠળ લગભગ વધુ 200 સ્ટોર ખોલવાની છે.

આખા દેશમાં કરિયાણા સ્ટોરનો વિસ્તારનો ટાર્ગેટ
બિજેંદર સિંહે કહ્યું કે શરૂઆતમાં નાફેડની યોજના દિલ્હી અને આસપાસના શહેરોમાં સ્ટોર ખોલવાની છે. પછી અન્ય શહેરોની તરફ ધ્યાન આપવામાં આવશે. નાફેડનો લક્ષ્ય આખા દેશમાં આ કરિયાણા સ્ટોરનો વિસ્તાર કરવાનો છે. તેમણે કહ્યું કે સ્ટોરનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો કરવો અને કૃષિ ઉપજને સીધા છુટક વેચાણ માટે ખરીદવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાફેડના દિલ્હીમાં દ્સ અને શિમલામાં બે છુટક વેચાણ કેંદ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *