વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મુકતા યુવાન સામે ગુનો

સુરેન્દ્રનગર : મુળીના યુવાને સોશ્યલ મિડીયામાં ગ્રુપ બનાવીને વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મુકતા પોલીસે તેની સામે ઈપીકો ૪૬૯, ૫૦૦તથા ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેનટ એકટ સને-૨૦૦૮ની કલમ ૬૬સી મુજબ ગુનો નોંધીને એસ.ઓ.જી પોલીસને તપાસ સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વધુ જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, મુળીના કિસનસિંહ ઠાકોર નામના યુવાને ફેસબુક ઉપર Hunter leo pard નામનુ ગ્રુપ બનાવીને તેમાં ખોટા દસ્તાવેજી પુરાવા અને ખોટી સહી દેખાડી, ઈલેકટ્રોનીક માધ્યમનું ખોટુ રેકર્ડ ઉભુ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિષ્ઠાને હાની પહોંચે તે રીતે ફોટા એડીટીંગ કરી સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યું હોવાનું મુળી પોલીસના ધ્યાને આવતા પીએસઆઈ દિનેશસિંહ જીલુભા ઝાલાએ જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવતા કિશનીસંહ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. કિશનસિંહે છ જેટલા વડાપ્રધાનના ફોટા ફેસબુક ઉપર વાયર્યાં હતા. મુળીમાં પોલીસની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. બનાવની તપાસ એસ.ઓ.જી પોલીસને સોંપવામ આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *