અમદાવાદ : ગુજરાતના વેપારી પાસેથી રૂા. 75 લાખની માગેલી લાંચની રકમમાંથી રૂા. 5 લાખનો હપ્તો કુરિયર સર્વિસ મારફતે મંગાવનારા અમદાવાદના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડેપ્યુટી ડિરેક્ટર પી. કે. સિંઘ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશ કુમારની આજે સી.બી.આઈ.ના અધિકારીઓએ અમદાવાદમાંથી ધરપકડ કરી છે.
કેસ્ટર ઓઈલના બિઝનેસ સાથે સંકળાયેલી અને 2016થી સક્રિય કપડવંજની મેસર્સ એચ.એમ. ઇન્ડસ્ટ્રીયલ પ્રાઈવેટ લિમિટેનાડિરેક્ટર પરેશ એચ. પટેલે અને તેમના પુત્ર હાર્દિક પટેલે 28મી જૂને સીબીઆઈ અને એસીબીને એક લેખિત ફરિયાદ આપી હતી.
કેસ્ટર ઓઈલ ઉપરાંત સ્ટીલ પાઈપના બિઝનેસ સાથે પણ સંકળાયેલી છે. ફરિયાદ કરનાર કંપનીએ બૅન્ક ઑફ બરોડા સાથે રૂા.104 કરોડનો ફ્રોડ કર્યો હોવાના કેસમાં તેમની સામે તપાસ ચાલુ જ છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ કચેરીના અધિકારીઓ બૅન્ક ફ્રોડના કેસમાં પણ તપાસ કરી રહ્યા હતા.
આ અધિકારીઓએ કંપનીના માલિક અને તમના પુત્રને અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે આવેલી ઇ.ડી.ની ઑફિસમાં બોલાવ્યા પણ હતા. તેમને 22મી એપ્રિલ અને 25મી મેએ તેમની સમક્ષ હાજર થવા આદેશ પણ કર્યો હતો. પી.કે. સિંહ અને ભુવનેશ્વર કુમારે તેમની પાસેથી રૂા. 75 લાખની માગણી કરી હતી. તેમનો કેસ સેટલ કરી દેવા માટે આ રકમની માગણી કરવામાં આવી હતી.
આ માટે તેમણે એક લાખ માટે એક કિલોનો કોડ વર્ડ નક્કી કર્યો હતો. 26મી જૂન પછી પી.કે.સિંહ અને ભુવનેશ્વર કુમારે પરેશ પટેલ અને હાર્દિક પટેલના મોબાઈલ પર વોટ્સઅપલ કૉલ કર્યાહતા. ફોન પરની ચર્ચા દરમિયાન તેમને ર-ા. 5 લાખ આંગડિયા મારફતે દિલ્હી મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 29મી જૂને ફરિયાદીને ઇ.ડી.ની ઑફિસે બોલાવવામાં આવ્યા હતા.
તેમણે તે અગાઉ જ સીબીઆઈની ડેયુટી સુપરિન્ટેન્ડન્ટ એસ.એસ. ભદોરિયાને 28મી જૂને એક લેખિત ફરિયાદ આપી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બંને અધિકારીઓ વતીથી દિલ્હીમાં એક વચેટિયો પૈસા કલેક્ટ કરવાનો હતો. આ ફરિયાદને આધારે બંને અધિકારી સામે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો.