વડોદરા : મુવી ડાયરેક્ટર નું કહીને યુવતીનું કર્યું શારીરિક શોષણ, બ્લેકમેલ કરીને પૈસાની માંગ કરી

આજે અનેક યુવતીઓ પર કામ આપવાના બહાને શારીરિક શોષણ આચરવામાં આવતું હોય છે. મૂળ ઉત્તરાખંડની હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટેલમાં બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના યુવકે ફેસબુક પર મોડેલિંગની જાહેરાત આપી ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી. કરણ જોહર ગ્રુપ અને ધર્માં પ્રોડક્શનનો ડાયરેકટર હોવાની ઓળખ આપી યુવતીને ગેરમાર્ગે દોરી હતી. પોર્ટ ફોલિયો બનાવવાનું કહી હોટેલમાં રાખી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી તેનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું.

વારંવારના ત્રાસથી કંટાળેલી યુવતીએ નંબર બ્લોક કર્યો હતો. આ બાદ યુવતીએ દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ફરિયાદ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ અને દિલ્હીની અનેક યુવતીઓને રાજ ઉર્ફે રજનીશ મિશ્રાએ પોતાની જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાની હકીકતો સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *