જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તાજેતરમાં જ 10 એવી એપ્સની ઓળખ થઈ છે જે ફેસબુક યુઝર્સના લોગ ઈન અને પાસવર્ડ ડેટા ચોરી કરે છે. એન્ટિવાઈરસ કંપની drweb.comએ આ એપ્સની ઓળખ કરી છે. તેના એન્ટિવાઈરસમાં માલવેર એનાલિસિસ કરવાની સિસ્ટમ છે. આ સિસ્ટમથી ડેટા ચોરી કરતી એપ્સની ઓળખ થઈ છે.
આ 10 એપ્સમાંથી 9 એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર મળી છે. આ એપ્સ પોતે યુઝરનો ડેટા સિક્યોર કરે છે તેવી ઓળખ આપે છે, પરંતુ તેનાથી વિપરિત તે ડેટા ચોરી કરવાનું કામ કરે છે. આ એપ્સને અત્યાર સુધી આશરે 60 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એપ્સ વિશે રિપોર્ટ કરતાં ગૂગલે આ 9 માલવેર એપ્સ રિમૂવ કરી છે.
આવી રીતે એપ્સ ડેટા એક્સેસ કરે છે
- આ ટ્રોજન એપ્સ યુઝર્સને છેતરવા માટે સ્પેશિયલ મિકેનિઝમનો ઉપયોગ કરે છે.
- જરૂરી સેટિંગનો એક્સેસ મળ્યા બાદ તે સર્ટિફાઈડ ફેસબુક વેબ પેજ https://www।facebook।com/login।phpને વેબવ્યૂમાં અપલોડ કરે છે.
- આ જ વેબવ્યૂમાં જાવા સ્ક્રિપ્ટ લોડ કરે છે.
- આ સ્ક્રિપ્ટનો ઉપયોગ લોગ ઈન ક્રિડેન્શિયલ ચોરી કરવા માટે થાય છે.
- ત્યારબાદ તે JavascriptInterface એનોટેશનથી ચોરી કરવામાં આવેલા લોગ ઈન અને પાસવર્ડને ટ્રોજન એપ્સને આપી દે છે. ત્યારબાદ આ ડેટાને હેકર્સના સર્વર પર મોકલવામાં આવે છે.
- જ્યારે યુઝર અકાઉન્ટમાં લોગ ઈન કરે છે ત્યારે આ ટ્રોજન કરન્ટ ઓથોરાઈઝેશન સેશનથી કુકીઝને પણ ચોરી કરે છે અને આ કુકીઝને હેકર પાસે મોકલે છે.
PIP ફોટો
આ એક ઈમેજ એડિટિંગ એપ છે. તેને Lilliansએ ડેવલપ કરી છે. આ એપ 50 લાખથી વધારે એન્ડ્રોઈડ ફોન પર ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
પ્રોસેસિંગ ફોટો
આ ફોટો એડિટિંગ એપ 50 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને chikumburahamiltonએ ડેવલપ કરી છે.
Rubbish Cleaner (રબિશ ક્લીનર)
આ એપ એન્ડ્રોઇડ ફોનનાં પર્ફોર્મન્સને ઓપ્ટિમાઈઝ કરે છે. તેને SNT।rbclએ ડેવલપ કરી છે. અત્યાર સુધીમાં તેને 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
Horoscope Daily (હોરોસ્કોપ ડેઈલી)
આ એપ 10 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને HscopeDaily momoએ ડેવલપ કરી છે.
Inwell Fitness (ઈનવેલ ફિટનેસ)
આ ફિટનેસ એપને 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
Lockit Master (લોકિટ માસ્ટર)
આ એપને પણ 50 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે. તેને Enali mchicolo દ્વારા ડેવલપ કરાઈ છે.
Horoscope Pi (હોરોસ્કોપ પાઈ)
આ એપ 1000 વખત ડાઉનલોડ થઈ છે. તેને Talleyr Shaunaએ ડેવલપ કરી છે.
App Lock Manager (એપ લોક મેનેજર)
આ એપને માત્ર 10 વખત જ ડાઉનલોડ કરવામાં આવી છે. તેને Implummet colએ ડેવલપ કરી છે.
ગૂગલે આ તમામ માલવેર ધરાવતી એપ્સને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી છે. જો તમે આમાંથી કોઈ પણ એપનો ઉપયોગ કરતા હો તો તેને હાલ જ ડિલીટ કરો.