દિલ્હી-NCRમાં ભૂકંપના સામાન્ય આંચકા, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી-NCRમાં સોમવારે રાત્રે લગભગ 10:36 વાગ્યે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. છેલ્લાં કેટલાંક મહિનામાં આ વિસ્તારમાં અનેક વખત સામાન્ય ભૂકંપ નોંધાયા છે. અત્યાર સુધીમાં ક્યાંય કોઈ નુકસાનની ખબર નથી. આ ભૂકંપની કેન્દ્ર હરિયાણાના ઝઝ્ઝર જણાવવામાં આવી રહ્યું છે.

આ રીતે કરવામાં આવે છે ભૂકંપની તીવ્રતાનો અંદાજ
ભૂકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપી સેન્ટર)થી નીકળનારી ઉર્જાની તરંગોથી લગાડવામાં આવી શકે છે. સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલી આ લહેરથી કંપન થાય છે. ધરતીમાં તિરાડ પણ પડી જાય છે. ભૂકંપનું કેન્દ્ર ઓછી ઉંડાઈએ હોય તો તેનાથી બહાર નીકળનારી ઉર્જા સપાટીની ઘણી નજીક હોય છે, જેનાથી મોટો વિનાશ પણ થઈ શકે છે.

ભારત ઉપમહાદ્વીપમાં અનેક જગ્યાએ ભૂકંપનો ખતરો
ભારતને ભૂકંપના ખતરાના આધારે ઝોન-2, 3, 4 અને 5માં વહેંચવામાં આવ્યું છે. ઝોન-2 સૌથી ઓછા ખતરવાળો અને ઝોન-5 સૌથી વધુ ખતરાવાળો ઝોન માનવામાં આવે છે. દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તાર ઓછા ખતરાવાળા ઝોન-2માં આવે છે. મધ્ય ભારત પણ ઓછા ખતરાવાળા ઝોન-3માં આવે છે.

તો ઝોન-4માં જમ્મુ કાશ્મીરનો કેટલોક ભાગ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સામેલ છે. ઝોન-5માં જમ્મુ કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારત, કચ્છનું રણ અને આંદામાન નિકોબાર ટાપુ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *