પટના : લાંબી માંદગી અને જેલમાંથી બહાર આવ્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પોતાનું પહેલુ ભાષણ આપ્યું હતું. આરજેડી પોતાનો 25મો સૃથાપના દિન ઉજવી રહી છે. એવામાં લાલુ પ્રસાદ યાદવે કાર્યકર્તાઓને સંબોધીને નવો જુસ્સો પેદા કર્યો હતો. સાથે જ નિતિશ કુમાર અને નરેન્દ્ર મોદી પર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2024માં તાનાશાહી સરકારનો અંત આવશે.
લાલુ પ્રસાદ યાદવે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે અયોધ્યા બાદ હવે મથૂરાનો નારો કેમ લગાવવામાં આવી રહ્યો છે? સત્તા માટે દેશને તોડવાનું કામ બંધ થવુ જોઇએ. પટનામાં આરજેડીએ સૃથાપના દિનને ધ્યાનમાં રાખીને વિશાળ સભાનું આયોજન કર્યું હતું.
જોકે લાલુની તબિયત સારી ન હોવાથી તેઓએ દિલ્હીમાં રહીને ઓનલાઇન પોતાના કાર્યકર્તાઓને સંબોધીત કર્યા હતા. લાલુએ સૌથી પહેલા પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી, બાદમાં દિવંગત રામવિલાસ પાસવાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે આરજેડીનું ભવિષ્ય ઉજળુ છે, મે પાંચ પાંચ પ્રધાનમંત્રીને જોયા છે અને સહયોગ પણ કર્યો છે.
બિહાર આંદોલન સમયે મારા મૃત્યુના અહેવાલો ફરતા થયા જેણે ગરીબોને બહુ જ તાકાત આપી હતી. કોરોના કાળમાં મોંઘવારી, બેરોજગારી વધી, બધી જ સરકારી કંપનીઓને વેચવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર જહાજ, રેલવેને સામાન્ય ભાવમાં વેચી રહી છે. સાથે જ લાલુએ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદીની સામે જે પણ ચેહરો હશે તે અહંકાર, તાનાશાહીથી ઘણો દુર હશે. છ વર્ષમાં એ સાબિત થઇ ગયું કે વ્યક્તિ કેન્દ્રીત અને તાનાશાહી વાળુ શાસન લોકશાહીને મજબૂત ક્યારેય ન કરી શકે.