Vadodara : આજે ઘણા કામ માટે સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે. પરંતુ ACBએ રંગે હાથ ઝડપ્યા છે. પંચમહાલ એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા 2 અધિકારીને ઝડપી પાડયા છે.
હાલોલના બાસકામાં આવેલ ફ્લોર એન્ડ ફૂડ ફેકટરીમાં CGST ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી ફેકટરીને સીલ નહીં મારવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમે ફેકટરી સંચાલકને રૂપિયા અઢી લાખની લાંચની રકમ ઇન્સ્પેકટર શિવરાજ મીનાને આપવા કહ્યું હતું.
શિવરાજ મીનાએ અઢી લાખ સ્વીકારતા જ પંચમહાલ ACB એ ઝડપી પાડ્યા હતા. CGST વડોદરા કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીનાની ACBએ અટકાયત કરી છે.