JAMNAGAR : માતાએ 3 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, 3 માસુમોના મોત, માતાનો બચાવ

JAMNAGAR શહેર નજીક આવેલા ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં ભલભલાના કાળજા કંપાવી નાંખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જયારે એક માતા હતાશ થઇ જાય તો તે કેવું પગલું ભરી શકે છે તેનું વરવું ઉદ્દાહરણ જોવા મળ્યું છે. અહીં, એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પહેલા હત્યા કરી દીધી, જેમાં તેના સંતાનોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

સંતાનોની ક્રુર હત્યા બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો આબાદ બચાવ થયો હતો. અહીં નોંધનીય છેકે પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી પોતાના વતનમાં ગામડે ગયો હતો, અને, આ મામલે પરિણીતાને લાગી આવતા તેણી આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.

સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર 4 વર્ષ, ત્યાર બાદ તેનાથી નાની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું ખુલ્યું છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનોના કાળજા કંપી ગયા હતા.

નોંધનીય છે કે ત્રણેય સંતાનોની ઉંમર પાંચ વર્ષની હતી, એટલે કે બાળકોને જીવન-મોતની કોઇ ગત્તાગમ હતી નહીં. જયારે માતાએ કુવામાં ઝંપલાવ્યું ત્યારે તેણીએ કુવામાં રહેલો પાઇપ પકડી લીધો હતો. જેથી તેણીનો બચાવ થયો હતો. જોકે મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોય એ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં, જેમાં ત્રણેય માસુમો યમધામ પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *