Cabinet Expansion : કેબીનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત

મોદી કેબિનેટ( Modi Cabinet ) ના વિસ્તરણમાં  આજે 43 નેતાઓ શપથ લીધા છે. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

જેમાં મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતુ અને પરસોત્તમ રૂપાલાને પશુપાલન ખાતુ ફાળવવામાં આવ્યુ છે. જ્યારે મોદી પ્રધાનમંડળમા નવા ચહેરા તરીકે ગુજરાતમાંથી સમાવાયેલા સુરતના દર્શના જરદોષને રાજ્યકક્ષાના રેલવે મંત્રાલય અને કાપડ મંત્રાલય, ખેડાના દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના સંચાર મંત્રી બનાવાયા અને સુરેન્દ્રનગરના મહેન્દૃ મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી બનાવાયા છે.

જો કે કેબિનેટ વિસ્તરણ બાદ હવે  પોર્ટફોલિયોની જાહેરાત  પણ કરવામાં આવી છે.

  • દર્શના જરદોશ –  રાજ્ય કક્ષાના રેલ્વે મંત્રાલય અને રાજ્ય કક્ષાના કાપડ મંત્રાલય
  • જ્યોતિરાદિત્ય સિંધિયા – નાગરિક ઉડ્ડયન મંત્રાલય
  • સર્બાનંદ સોનોવાલ – પોર્ટ  મંત્રાલય,  નોર્થ- ઈસ્ટ બાબતો અને આયુષ પ્રધાન
  • મનસુખ માંડવીયા – આરોગ્ય પ્રધાન, કેમિકલ મંત્રાલય
  • ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રાલય
  • પુરષોત્તમ રૂપાલા – પશુપાલન મંત્રાલય
  • આર.કે.સિંહ – કાયદા મંત્રી
  • અનુરાગ ઠાકુર – યુવા અને ખેલ મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રી
  • ગિરિરાજ સિંહ – ગ્રામીણ વિકાસ મંત્રાલય
  • પશુપતિ કુમાર પારસ – ફુડ પ્રોસેસિંગ મંત્રાલય
  • ભૂપેન્દ્ર યાદવ – શ્રમ મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય
  • અમિત  શાહ – ગુહ અને સહકારીતા મંત્રાલય
  • નારાયણ રાણે – લધુ અને સૂક્ષ્મ ઉદ્યોગ ( MSME ) મંત્રાલય
  • આર.સી.પી સિંહ -સ્ટીલ મંત્રી
  • કિરણ રિજજુ – કાયદા મંત્રી
  • મીનાક્ષી લેખી -વિદેશ રાજ્ય મંત્રી, સંસ્કૃતિ મંત્રાલય
  • અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રી ,આઇ ટી મંત્રાલય
  • પિયુષ ગોયલ – ટેક્સટાઇલ મંત્રાલય
  • અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રી
  • પિયુષ ગોયલ – ટેક્સટાઇલ મંત્રાલય, ખાધ અને ઉપભોક્તા મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય
  • હરદીપ સિંહ પૂરી- પેટ્રોલિયમ મંત્રી, શહેરી વિકાસ મંત્રી
  • ડો. વીરેન્દ્ર કુમાર – સામાજિક ન્યાય મંત્રાલય
  • આર.પી.સિંહ – સ્ટીલ મંત્રાલય
  • અનુપ્રિયા પટેલ – રાજ્ય કક્ષાનાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
  • દેવુસિંહ ચૌહાણ – રાજ્ય કક્ષાના સંચાર મંત્રી
  • ડો. મહેન્દ્ર મુંજપુરા- રાજ્ય કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી
  • નિશીથ પ્રમાણિક – રાજ્ય કક્ષાના ગુહ મંત્રી અને યુવક સેવા અને સ્પોર્ટ્સ મંત્રાલય
  • ડો. ભારતી પવાર – રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *