કોંગ્રેસમાં ડખા : નિખિલ સવાણી નું યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી હકાલપટ્ટી કરાઈ

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી હેમંત ઓગલેએ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. ગૂજરાત યુથ કોંગ્રેસ ના ઉપપ્રમુખ પદેથી નિખિલ સવાણી ને ડિસમિસ થતા ભારે ચર્ચા શરૂ થઈ છે. બે દિવસ પહેલા યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા પ્રદેશના નેતાઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, આ સાથે જ નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. આજે નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે.

તાજેતરની યૂથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળા બાદ એક તરફ પક્ષ દ્વારા નિખિલ સવાણીને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. તો બીજી તરફ, તેમના પક્ષમાંથી રાજીનામાના સમાચાર આવ્યા છે. એક સમયે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા. પરંતુ વિખવાદ બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

મંગળવારના રોજ યૂથ કોંગ્રેસની બેઠકમાં ચૂંટણીમાં ઉંમરને લઈને હોબાળો થયો હતો. આ બેઠકમાં પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિતના નેતાઓ  હાજર હતા. તેમજ ઈન્ડિયન યૂથ કોંગ્રેસના ઇન્ચાર્જ પણ હાજર હતા. આ ચર્ચામાં બે જુથ સામ સામે આવ્યા હતા. નિખિલ સવાણી અને યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત  વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. દિપક બાબરીયા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓની હાજરીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી  સુધી વાત પહોંચી ગઈ હતી. સમગ્ર મામલામાં સિનિયર નેતાઓ બન્યા મૂક પ્રેક્ષક બનીને સમગ્ર મામલો જોઈ રહ્યા હતા. જોકે હોબાળો ઉગ્ર થયા બાદ મામલો થાળે પાડવા પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમનો આ પ્રયાસ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો બની રહ્યો હતો.

ત્યારે ગુજરાત યુથ કોગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો હતો. હોબાળો મચાવવા મુદ્દે કુલ 6 લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા. અર્નિશ મિશ્રા, કરણસિંહ તોમર, નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલોને નોટિસ પાઠવવામાં આવી છે. ઈન્ડીયન યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી હતી. ઈન્ડિયન યુથ કોંગ્રેસે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને આ મામલે દિલ્હી બોલાવ્યા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસા આપ્યા હતા. ત્યાર કારણ દર્શક નોટિસના જવાબના આધારે આઇવાયસી પગલાં લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *