Zika Virus: કેરળમાં સામે આવ્યો ઝીકા વાયરસનો પ્રથમ કેસ

કેરળમાં કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં મચ્છરથી ફેલાતી બીમારી ઝીકા વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો છે.

13 શંકાસ્પદને સેમ્પલ મોકલવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તિરૂવનંતપુરમથી ઝીકા વાયરસના 13 અન્ય શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટેસ્ટ માટે તેમના સેમ્પલ પુણએની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ આગળની પુષ્ટિ કરવામાં આવશે. મંત્રીનું કહેવું છે કે તિરૂવનંતપુરમથી મોકલવામાં આવેલ 19 નમૂનામાંથી ડોક્ટરો સહિત 13 સ્વાસ્થ્ય કર્મીઓ ઝીકા સંક્રમિત હોવાની આશંકા છે.

ગર્ભવતી મહિલાએ 7 જૂનના રોજ બાળકન જન્મ આપ્યો

સ્વાસ્થ્ય મંત્રી અનુસાર હોસ્પિટલમાં કરવામાં આવેલ તપાસમાં મહિલાને ઝીકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેના સેમ્પલ તપાસ માટે એનઆઈવી, પુણે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલાની સ્થિતિ સંતોષજનક છે. ઉપરાંત મહિલાએ હજુ સુધી રાજ્યની બહાર કોઈ યાત્રા નથી કરી.

ઝીકા વાયરસના લક્ષણો

ઝીકા વાયરસના લક્ષણો ડેંગ્યુ જેવા જ હોય છે, તેમાં તાવ, ચામડી પર લાલ રંગની ફ્લોલી અને દુખાવો અ આંખ લાલ થઈ જવાનું સામેલ છે. ઝીકા વાયરસને કારણે સંક્રમિત વ્યક્તિ 7થી 8 દિવસ સુધી પ્રભાવિત રહે છે. આ વાયરસ ગર્ભવતી મહિલાને વધારે પ્રભાવિત કરે છે. તેના કારણે જન્મ લેનાર બાળક અવિકસિત મગજ સાથે જન્મે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *