ઓક્સિજન પર મીટિંગ : દેશમાં 1500થી વધારે ઓક્સિજન પ્લાન્ટ લગાવાશે – PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં ઓક્સિજન મુદ્દે હાઈલેવલ મીટિંગ કરી હતી. તેમાં તેમણે દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને તેના સપ્લાયનો રિવ્યુ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, દેશમાં 1500થી વધારે PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 4 લાખથી વધારે ઓક્સિજન બેડને સપોર્ટ મળશે.

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ ટૂંક સમયમાં જ કામ કરવા લાગશે. તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન અને સ્ટોક વધારવા વિશે જરૂરી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.

હકીકતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. સમયસર ઓક્સિજન ના મળવાના કારણે ઘણાં દર્દીઓના જીવ ગયા હતા. ત્યારપછીથી જ સરકારે ઓક્સિજનનો સપ્લાય વધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

PMના રિવ્યુની મહત્વની વાતો
ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા અને તેના મેઈન્ટેનન્સ માટે હોસ્પિટલના કર્મચારીઓને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી જરૂરિયાતના સમયે કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય.
ઉપયોગમાં લેનાર ઓક્સિજન પ્લાન્ટની પર્ફોમન્સ અને ફંક્શનિંગને ટ્રેક કરવા માટે એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે મીટિંગ
વડાપ્રધાન મોદીની આ હાઈલેવલ મીટિંગ દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કરવામાં આવી છે. ઘણાં રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સંજોગોમાં સરકાર દેશમાં દવાઓ અને ઓક્સિજન જેવી જરૂરી સાધન-સામગ્રી પૂરતી છે કે, નહીં તે ચકાસી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના મુદ્દે ચિંતા વ્યક્ત કરી
આ પહેલાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના વધતા કેસ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી આપણે તસવીરો અને વીડિયોમાં જોઈ રહ્યા છીએ કે, લોકો ભીડ વાળી જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ફરી રહ્યા છે. આ સારુ દ્રશ્ય ના કહેવાય અને આપણે તેનાથી ડરવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું તે, આવા સમયે બેદરકારી બિલકુલ ના રાખવી જોઈએ. એક ભૂલથી કોરોના સામેની લડાઈ નબળી પડી શકે છે. દરેક લોકોએ યાદ રાખવું જોઈએ કે, કોરોનાની લડાઈ હજી ખતમ નથી થઈ. ઘણાં દેશોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. વાયરસ પણ મ્યૂટેટ થઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલાં કોરોના ઈમરજન્સી પેકેજની જાહેરાત કરવામાં આવી હતી

  • આ પહેલાં મોદી કેબિનેટે ગુરુવારે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ટક્કર આપવા માટે કોરોના ઈમરજન્સી પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
  • 23,220 કરોડના પેકેજનું ફોકસ બાળકો પર છે. તેમાં 15 હજાર કરોડ રૂપિયાનું યોગદાવ કેન્દ્ર અને 8000 કરોડનું યોગદાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે.
  • તે અંતર્ગત જે જિલ્લાઓમાં કેસ વધી રહ્યા છે ત્યાં 5,000 અને 2,500 બેડવાળી ફિલ્ડ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ પેકેજની સૌથી મોટી વાત એ છે કે, દરેક જિલ્લા હોસ્પિટલમાં 10,000 લીટર ઓક્સિજન સ્ટોરેજની ક્ષમતા વિકસીત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *