
રાત્રિ સૂતાં બાદ અનેક વખત સપના આવે છે. સપના પર અનેક રિસર્ચ પણ થયા છે. સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં દેખાતી દરેક વસ્તુનું કંઇને કંઇ મતલબ જરૂર હોય છે. ક્યારેક સપના જિંદગીમાં બનનાર ઘટનાનો સંકેત પણ આપે છે.

સ્વપ્નશાસ્ત્ર મુજબ અમુક ખાસ વસ્તુ જો રાત્રે સપનામાં દેખાય તો તેનું એક ખાસ મહત્વ છે. અહીં 5 વસ્તુની વાત કરીશું જો સપનામાં આ પાંચ વસ્તુઓ દેખાય તો તે ભવિષ્યમાં બનનાર ઘટનાના સંકેત આપે છે.

જો રાત્રે સપનામાં હસતું બાળક દેખાય તો આર્થિક સ્થિતિ સુધરવાના સંકેત આપે છે. જો ગોબર દેખાય તો જાનવર સંબંધિત આર્થિક લાભ થાય છે. પાણીમાં તરતા હોય તેવું સપનુ અચાનક ધનલાભને સૂચવે છે.

જો કોઇ વ્યક્તિને સપનામાં દીપક દેખાય તો તે શુભ સંકેત આપે છે. તેનાથી ધનલાભ થાય છે. જો સપનામાં કોઇ વ્યક્તિ કેરી ખાતી દેખાય તો તે પણ ધનલાભને સૂચિત કરે છે.

જો સપનામાં કાતર દેખાય તો તેને અશુભ મનાય છે. આ સપના વાદ વિવાદને સૂચવે છે. સપનામાં આપ ખુદને ચાલતા જુઓ તો તે પણ સંઘર્ષને સૂચવે છે.

જો સપનામાં મહિલા હસતી દેખાય તો તે ઘરમાં કલહની ઘટનાના સંકેત આપે છે. સપનામાં જો રડતું બાળક દેખાય તો તે આર્થિક નુકસાન સૂચવે છે. જો આપ ખુદને સપનામાં હસતાં નિહાળો તો તે શુભ નથી, તે ભવિષ્યમાં આવનાર પરેશાની સૂચવે છે.

જો સપનામાં આપ ખુદને મધ ખાતા નિહાળો તો શુભ સંકેત છે. આપના પરિવારમાં કોઇના વિવાહનું સૂચન આપે છે. જો આકાશમાં રંગબેરંગી કપડાં ઉડતાં દેખાય તો આપના વિવાહ આપની પસંદગીની વ્યક્તિ સાથે થશે તેવું સૂચવે છે.