ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 10 કલાકે ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત બપોરે 2 કલાકે મંદિરમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે.
સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિતીન પટેલ દ્વારા વિશેષ પુજા કરવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે ભગવાનની મહાઆરતી કરવામાં આવશે.
દર વર્ષ પરંપરાગત રીતે સોનાવેશની પુજામાં ભગવાનના સોનાના વેશની પુજા કરવામાં આવે છે અને જગન્નાથને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ વખતે યજમાનો દ્વારા સોનાવેશની પૂજા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથને વર્ષમાં એક વખત જ સોનાનો શણગાર કરવામાં આવે છે. જેથી, ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.
અમદાવાદમાં રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે, ત્યારે આજે રથયાત્રા પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ભક્તો ભગવાનના સોનાવેષમાં દર્શન કરી શકશે.