ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે. ચિત્રકૂટમાં ચાલી રહેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ અરુણ કુમારને ભાજપ સાથે સંકલનની જવાબદારી સોંપાઇ છે.
રાજકીય બાબતો પણ તેઓ જ જોશે. તેઓ 2014થી આ કામ સંભાળતા કૃષ્ણ ગોપાલનું સ્થાન લેશે અને કૃષ્ણ ગોપાલ હવે વિદ્યા ભારતીનું કામ જોશે. અરુણ સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ રહી ચૂક્યા છે. કૃષ્ણ ગોપાલને સ્વાસ્થ્યના કારણોસર હટાવાયા છે.
સંઘ તરફથી વિશ્વ હિન્દુ પરિષદનું કામ ભૈયાજી જોશી સંભાળશે, જે જવાબદારી તેમની પાસે પહેલેથી છે. રામ મંદિર ટ્રસ્ટમાં ચંપતરાયની ભૂમિકામાં કોઇ ફેરફાર નથી કરાયો. સંઘના બંગાળ એકમમાં ઘણાં ફેરફાર કરાયા છે.