ઉતર પ્રદેશ એટીએસ દ્વારા લખનઉમાંથી બે શંકાસ્પદ આતંકી લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બન્ને લોકોને આતંકવાદીઓ સાથે સંબધ હોવાનું અનુમાન છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના સાથે સંબંધિત, બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા બન્ને લોકોની પાસેથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. તેમનો હેન્ડલર પાકિસ્તાની હોવાનું સામે આવ્યુ છે અને તેમની અલ કાયદા સાથે કડી જોડાયેલી હોઈ શકે છે. બન્નેની અલકાયદા સહીતના આતંકવાદી સંગઠનો સાથેના જોડાણ અંગેની સધન પુછપરછ કરવામાં આવી રહી છે.
ઉતર પ્રદેશ એટીએસની ટીમ, ઘરની અંદર હાજર રહેલા લોકોની પૂછપરછ કરી રહી છે. એટીએસની ટીમ સાથે મોટી સંખ્યામાં ઉતર પ્રદેશની પોલીસ પણ હાજર છે. આ કેસમાં એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રેશર કૂકર બોમ્બ રિકવર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એટીએસે માલીહાબાદમાં રહેતા શાહિદના ગેરેજ પર દરોડો પાડ્યો છે. વસીમ નામનો એક યુવક ઘરની અંદર હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ સાથે એટીએસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટના અંગે ઉતર પ્રદેશ એટીએસ વિધિવત્ત રીતે ટુક સમયમાં માહીતી પૂરી પાડશે તેમ માનવામાં આવી રહ્યુ છે.