મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રી સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર ત્રણ કલાક 40 મિનિટમાં રથયાત્રી પૂરી થઈ. પોલિસના તમામ ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહ્યા હતા.
જગન્નાથ રથ યાત્રા નો પ્રારંભ.
મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો સહિત અનેક નેતાઓ પૂજાવિધિ માં જોડાયા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ યાત્રા.
મંત્રી યોગેશ પટેલ એ વ્યક્ત કર્યું, કરફ્યુ માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા યોજાઈ તેનું દુઃખ, કહ્યું ભગવાન 2 કલ્લાક વરસાદ રોકે તેવી પ્રાર્થના.
મેયર કેયુર રોકડીયા એ શહેરીજનો ને ઘરેજ સોસિયીયલ મીડિયા માં ભગવાન ના દર્શન કરવા આગ્રહ કર્યો.
પોલીસ કમિશ્નર સમશેરસિંહ એ કરફ્યુમાં લોકોએ કરેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.
રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે.
સરસપુરમાં રથયાત્રાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જાડેજાએ સ્વાગત કર્યું.
રથયાત્રાએ સરસપુરથી પ્રસ્થાન કર્યું.
લાખો લોકો ઘરમાં બેસીને ભગાવનના દર્શન કરી રહ્યા છે.
સંપૂર્ણ સાવચેતી સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને ભક્તો વગર જ નીકળી છે. ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
આ વર્ષે કોરોનાના કહેર ને લઈને સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે, ત્યારે જગતનો નાથ આ વર્ષે નગરજનો વિના નગરચર્યાએ નીકળ્યા છે, માત્ર પાંચ જ વાહનો સાથે જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ના રાજમાર્ગો ઉપર ફરશે અને ઇતિહાસમાં પ્રથમ વખત કર્ફ્યુનો સાથે માત્ર પાંચ કલાકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થશે. કોઈપણ પ્રકારની ઝાકમઝોળ વિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નો પ્રારંભ થયો છે રાજય મંત્રી વિભાવરીબેન દવે સહિત ના રાજકીય આગેવાનો ની ઉપસ્થિતી માં નીકળી રથયાત્રા
બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં અને ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમા છે. ભગવાન જગન્નાથની 144 રથયાત્રાને લઈ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું ગયું છે. મંદિરની બહાર ચાર રસ્તા પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જગન્નાથ ઐતિહાસિક રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરા માં પહેરવેશ અને ભેટ સોગંદ આપવામાં આવશે. જો કે કોરોનાના કારણે રથયાત્રા ચુસ્ત બંદોબસ્ત સાથે ભક્તો વગર નીકળવાની છે.
ભગવાનના રથ ખમાસા પહોંચી ગયા છે. 5 કલાકમાં 19 કિલોમીટર રૂટ પર ફરીને ભગવાનનના રથ નિજમંદિરે પરત ફરશે.
છ ખલાસીઓની ટીમ રથને ખેંચી રહી છે. આ વખતે રથયાત્રા નાગરિકો વગર જ નીકળી રહી છે.