હિમાચલ પ્રદેશમાં વરસાદનું વિકરાળ રૂપ: ધર્મશાળામાં ફાટ્યું વાદળ, ધસમસતાં પ્રવાહમાં વાહનો ખેચાયા

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં મુશળધાર વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન વિભાગ ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફાટવાથી (Cloud Burst) અચાનક પૂર (Flood) આવી ગયું. જોતજોતામાં જ એક નાનું નાળું નદીમાં બદલાઈ ગયું. પૂરના કારણે ભાગસૂના ઘણા નાળા ઓવરફલો થઈ ગયા. આ નાળામાં પાણીના તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કારો તણાઈ ગઈ.

આ નાળાની બંને બાજુએ હોટલો પણ આવેલી છે. વાદળ ફાટવાથી આ હોટલોને પણ ઘણું જ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકો વાદળ ફાટવા અને ત્યારબાદ નદી-નાળાઓમાં આવેલા પાણીના પૂરના કારણે ડરની સ્થિતિમાં છે. ભાગસૂમાં પૂરના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બધીજ ઇનકમિંગ ફ્લાઈટસ બંધ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *