Tokyo Olympics 2021: આજે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ભારતીય એથલેટોને સંબોધન વડે પ્રોત્સાહનકરશે

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) ની રમતોને આડે હવે દિવસો ગણાવા લાગ્યા છે. તારીખ નજીક આવતી જાય છે તેમ રોમાંચ પણ વધતો જઇ રહ્યો છે. આજે મંગળવાર 13મી જુલાઈએ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ભારતીય એથલેટોને સંબોધશે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથલેટોના જુસ્સાને અને જોશને  વધારશે અને તેમને પ્રોત્સાહન આપશે.

આજે મંગળવારે સાંજે 5 વાગ્યે PM નરેન્દ્ર મોદી ભારતીય ખેલાડીઓને મળશે. જે અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર દ્વારા આપી છે. વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વડાપ્રધાન મોદી અને એથલેટો વચ્ચે વાતચીત થશે.

 

18 રમતોમાં 126 ખેલાડીઓ ભાગ લેશે

ટોક્યો એલિમ્પિકમાં કુલ 18 ભારતીય ખેલાડીઓ ભાગ લેનાર છે. આ વખતે એથલેટોની કુલ સંખ્યા 126 છે. જે ભારત તરફ થી કોઇ પણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથલેટોની સંખ્યામાં સૌથી વધુ છે. ભારત ને ટોક્ટો ઓલિમ્પિકમાં મેડલ મળવાની સૌથી વધુ અપેક્ષા શુટીંગ, તીરંદાજી અને રેસલીંગ ઇવેન્ટમાં છે. ભારતની મહિલા તીરંદાજ દિપીકા કુમારી ટોક્યો ઓલિમ્પિક થી પહેલા જ વિશ્વ નંબર વનનુ સ્થાન મેળવ્યુ છે. આમ તેની પાસે થી હવે ઓલિમ્પિકમાં મેડલની આશા વધી ચુકી છે.

ખેલાડીઓને સમર્થન કરવા લોકોને પણ અપીલ કરી ચુક્યા છે PM મોદી

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની સુવિધાઓ અંગેની પણ દરકાર લીધી હતી. વડાપ્રધાને ટોક્યો જનારા ખેલાડીઓની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત PM મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં કેટલાક એથેટની પ્રેરણાત્મક સફરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ દેશના લોકોને પણ ઓલિમ્પિક ખેલાડીઓને સમર્થન માટે અપીલ કરી હતી. તેઓએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને હ્રદયપૂર્વક સમર્થન કરવા માટે આહવાન કર્યુ હતુ. ત્યારે બાદ તેઓ એક વાર ફરી થી, ખેલાડીઓનો જોશ વધારવાના હેતુ થી મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *