Geomagnetic Storm: પૃથ્વી પર વધુ એક આફતના મંડરાયા વાદળ, સૌર તોફાન ત્રાટકે તેવી શક્યતા, પુરા વિશ્વમાં વીજળી ગુલ થવાની આશંકા સેવાય

પૃથ્વી પર વધુ એક આફત મંડરાઈ રહી છે. પૃથ્વી પર આજે સૌર તોફાન ત્રાટકે તેવી શક્યતાઓ છે. જો સૌર તોફાન ત્રાટકે તો મોબાઈલ નેટવર્કને અસર થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી રહેલુ સૌર તોફાન જો પૃથ્વીમાં એટલી જ તિવ્રતાથી આવશે તો મોબાઈલ નેટવર્ક અને જીપીએસ સુધીની સેવાને અસર કરી શકે.

સૂર્યમાંથી ઉદભવેલુ ગરમ તોફાન ધરતી સાથે ટકરાય તેવી શક્યતા છે. 12મી 13 જુલાઈએ સૂર્ય તરફથી આવેલુ આ તોફાન પૃથ્વી પર ત્રાટકશે તેના કારણે જીપીએસ સિસ્ટમ, મોબાઈ નેટવર્ક અને સેટેલાઈટ ટીવી પર અસર પડશે. આ તોફાન સૂર્યના દક્ષિણ ભાગમાંથી ત્રીજી જુલાઈએ ઉદભવ્યુ હતુ. જો એ તોફાન ત્રાટકશે તો પૃથ્વી પર થોડી મિનિટો માટે મુશ્કેલી સર્જાય શકે છે.

દુનિયાના લગભગ બધા જ  શહેરોમાં વીજળી ગુલ થાય તેવી પણ શક્યતા છે. ખાસ તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના મેગ્નેટિક ફિલ્ડમાં તોફાનની અસર વર્તાશે. પરંતુ તેના કારણે આખી પૃથ્વી પ્રભાવિત થશે.

ધરતીના ગુરૂત્વાકર્ષણ સાથે એ તોફાન ત્રાટકશે એટલે તે વિખરાઈ જાય તેવી પૂરી શક્યતા છે. પરંતુ થોડીવાર માટે બધા જ સેટેલાઈટને અસર થશે. તેના કારણે મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાશે.

નાસાના જણાવ્યા અનુસાર એ વખતે આકાશમાં જે વિમાનો ઉડતા હશે તેની જીપીએસ સિસ્ટમ ખોરવાઈ જશે. સેટેલાઈટ ટીવી પણ બંધ પડી જશે. ઘણા દેશોનો વિજપૂરવઠો ખોરવાઈ જાય તેવી શક્યતા છે.

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) કહે છે કે તેની ગતિ ઘણી વધારે હોઈ શકે છે. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે જો અવકાશમાં જોરદાર તોફાન આવે છે, તો તે પૃથ્વીના લગભગ તમામ શહેરોની વીજળી જઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તે પણ હોઈ શકે છે કે તેની ગતિ કરતા વધારે હોઈ શકે. નિષ્ણાતો કહે છે કે જો મહાન વાવાઝોડુ અવકાશમાંથી ફરીથી આવે છે, તો પછી પૃથ્વી પર લગભગ દરેક શહેરની વીજળી જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *