નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC), એનટીપીસી ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો
સોલાર પાર્ક સ્થાપશે.
પુનઃપ્રાપ્ય ઊર્જા(Renewable Energy)મંત્રાલયે કહ્યું કે, એનટીપીસી 4750 મેગા વોટના પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક બનાવશે. તેના green energy પોર્ટફોલિયો વૃદ્ધિના ભાગ રૂપે, એનટીપીસી લિમિટેડ,ભારતની સૌથી મોટી ઉર્જા સંકલિત કંપની 2032 સુધીમાં 60 ગીગા વોટ ક્ષમતાના પુનઃપ્રાપ્ય ઉર્જા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. તાજેતરમાં, એનટીપીસીએ આંધ્રપ્રદેશના Simhadri થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર 10 મેગા વોટનો ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પણ શરૂ કર્યો છે.