કોઈ દર્દીની તબિયત બગડવા પર તેને આ બોટલ દ્વારા ઓક્સિજનના કેટલાક શોટ્સ આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ થાય શકે છે.
આપણે જાણીએ જ છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે ભારતમાં કેવો હાહાકાર મચાવ્યો હતો. આ લહેર દરમિયાન અનેક લોકોના ફક્ત ઓક્સિજન ન મળવાને લીધે મોત થયા હતા. ચોતરફ ઓક્સિજનને લઈને હાહાકાર મચ્યો હતો. કોરોના વાયરસ હજુ પણ ગયો નથી. લોકોને હજુ પણ માસ્ક અને સેનેટાઈઝર પોતાની સાથે લઈને જવાની સલાહ સૂચન આપવામાં આવે છે. જ્યારે હવે સેનિટાઈઝરની સાથે ઓક્સિજનને પણ ખીસ્સામાં લઈને જઈ શકાશે. હાં આવી ટેકનીકની શોધ કરવામાં આવી છે જેથી તમે ઓક્સિજનની બોટલ તમારી સાથે લઈ જઈ શકશો.
ઓક્સીરાઈઝ નામની બોટલ IIT કાનપુરના પૂર્વ વિદ્યાર્થી અને ઈ-સ્પિન નેનોટેક પ્રાઈવેટ લિમિટેડના ડો. સંદીપ પાટિલ દ્વારા બનાવામાં છે. જેમાં 10 લિટર ઓક્સીજન ગેસને સ્ટોર કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે કોઈની તબિયત બગડવા પર તેને આ બોટલ દ્વારા ઓક્સિજનના કેટલાક શોટ્સ આપીને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય છે. આ ખૂબ જ કામની ઓક્સિજન બોટલ છે જેની કિંમત માત્ર 499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો. જે માટેની લીંક છે : https://swasa.in/product-category/swasa-oxygen/
મોઢામાં સ્પ્રે કરીને આપી શકાશે ઓક્સિજન