ચૂંટણીની રણનીતિ રાજકીય પાર્ટીઓ માટે તૈયાર કરતા પ્રશાંત કિશોર, કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.
મીડિયામાં આ બાબત પર ઈશારો કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ પર થી જાણવા માં આવ્યુ છે કે, આ મુદ્દે પ્રશાંત કિશોર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સાથે ચર્ચા કરી ચુકયા છે.
એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધીના ઘરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની મંગળવારે પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઈ હતી.જેમાં આ બેઠક પંજાબ કે યુપી ચૂંટણીની રણનીતિ માટે નહીં પણ અન્ય કોઈ બાબત માટે હતી અને હવે એવા સંકેત મળી રહ્યા છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવામાં પ્રશાંત કિશોરની ભૂમિકા મહત્વની રહેશે.
ગાંધી પરિવાર અને પ્રશાંત કિશોર વચ્ચે લગભગ દોઢ કલાક સુધી આ બેઠક ચાલી હતી.આ અંગે કોંગ્રેસ તરફથી સત્તાવાર રીતે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી પણ આ મુલાકાતનેુ મહત્વ એટલા માટે પણ છે કે, તાજેતરમાં પ્રશાંત કિશોર સાથે શરદ પવારે મુલાકાત કરી હતી અને એ પછી હવે ગાંધી પરિવારે તેમની સાથે બેઠક યોજી છે.