રસીકરણ (Vaccination) અપડેટ: ગુજરાતમાં બુધવાર ઉપરાંત હવે રવિવારે પણ બંધ રહેશે કોરોના રસીકરણ

આગામી તહેવારોના દિવસો માં પણ કોરોના વેકસિનેશન બંધ રખાશે એવી ગુજરાત સરકારની વિચારણા.

હવે અઠવાડિયામાં વધુ બે દિવસ કોરોના ગુજરાત માં વેકસિનેશન (Vaccination) બંધ રહેશે. જેમાં હાલ બુધવારે મમતા દિવસ તથા રવિવારે કોરોના (Corona) વેકસિનેશન ન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકાર વિચારણા કરી રહી છે આગામી સમયમાં તહેવારોના દિવસે પણ વેકસીનેશન બંધ રાખશે

હાલ બુધવારે મમતા દિવસ અન્ય રસીકરણ (Vaccination) કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતૃંબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં દરરોજ 2. 50 લાખ લોકોનું રસીકરણ!

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 12 જુલાઈના રોજ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમર વર્ગના 1,26,017 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,81,15,181 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 12 જુલાઈના રોજ રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી એ સાથે એક્ટીવ કેસ ઘટીને 801 થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *