પ્રાઈમ મિનિસ્ટર મોદી 16 જુલાઇના ગુજરાતમાં રેલ્વેના બે પ્રોજેકટનું લોકાર્પણ કરશે, વડનગર સ્ટેશન હવે બ્રોડગેજથી દેશ સાથે જોડાશે

મોદી સાહેબ નું વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે . દેશના અન્ય હિસ્સાઓને જોડાતા આ સેક્શનમાથી મુસાફર અને માલવાહન ની ટ્રેનો દોડશે.

નરેન્દ્ર મોદી(PM Modi) 16 જુલાઇના રોજ રેલ્વેના મહેસાણા -વરેઠા અને સુરેન્દ્રનગર પીપાવાવ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં વડનગર(Vadnagar) –મોઢેરા–પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત વડનગર રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામા આવ્યો છે. આજે  આ સ્ટેશનની છબી બદલાઇ ગઈ છે, આ એ જ વડનગર રેલ્વે સ્ટેશન છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતાની ચાની દુકાન પર ટ્રેનમાં ચા વેચતા હતા .નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. જેમાં પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે.

વડનગર સ્ટેશનના વિકાસ ઉપરાંત તેની આસપાસ પણ સુંદર ગાર્ડન  વિકસાવવામા આવ્યા છે. વડનગર(Vadnagar)  હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે અને દેશના અન્ય હિસ્સાઓને જોડતા આ સેક્શન માથી મુસાફર અને માલવાહન ટ્રેનો દોડશે.

પ્રાઈમ મિનિસ્ટર મોદી 16 જુલાઈના રોજ રેલ્વેના મહેસાણા–વરેઠા બ્રોડ ગેજમા રૂપાંતરણ અને વિદ્યુતિકરણ તથા સુરેન્દ્રનગર –પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરરણ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં મહેસાણા –વરેઠા ગેજનુ બ્રોડ ગેજમાાં રૂપાતરણ અને વિદ્યુતિકરણ (વડનગર સ્ટેશન સહિત) નુ કામ રૂપિયા 293.14 કરોડના ખર્ચે સંપન્ન થયું છે. અને સાથે જ રૂપિયા 74.66 કરોડના ખર્ચે તેના કામ વિદ્યુતિકરણનું કરવામાાં આવ્યુ છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂ. 367.80 કરોડ છે.

આ પરિયોજનાના મુખ્ય લાભો
-વડનગર –મોઢેરા–પાટણ હેરીટેજ સર્કિટ સાથે જોડાણ
-અમદાવાદ–જયપરુ –દિલ્હી મુખ્ય લાઇન સાથે કનેક્ટિવિટી
-આ વિસ્તારના લોકો માટે પરિવહનનુ ઝડપી અને શ્રેષ્ઠ માધ્યમ.
-અત્યાર સુધી વિખુટા રહેલા આ સેક્શનમા સામાજિક-આર્થિક વેગ પકડાશે.આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ માટે મોટી તકોના દ્વાર ખુલશે.
-આનાથી આર્થિક. પર્યટન અને કૃવિ વિકાસનો વેગ વધશે. અને તેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.
-આ સેક્શનમા મોટુ સ્ટેશન વડનગર છે. જે ઐતિહાસિક મહત્વ ધરાવતુ શહર છે.
– વડનગર –મોઢેરા–પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામા આવ્યો છે.

વડનગર રેલવે સ્ટેશને પર પુરી પાડવામાં આવેલી સવલતો

– 425 મીટર લંબાઇના બે મુસાફર પ્લેટ ફોર્મ.
– બને પેસેન્જર પ્લેટ ફોર્મને જોડતા ફુટ ઓવર બ્રીજ.
–  પરીઘીય વિસ્તાર સાથે સ્ટેશનની ઇમારત.
– મુસાફરો માટે કાફે સાથે પ્રતીક્ષા ખંડ .
–  સામાન્ય અને મહિલા મુસાફર માટે પ્રતીક્ષા ખંડ
– આખા પ્લટે ફોર્મને ઢાકી દેતો શેડ.
–  શૌચાલયની સુવિધાઓ
– પીવાના  પાણીની વયવસ્થા.
– બેસવાની વ્યવસ્થા
-દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને પાણીની વયવસ્થા.
–  બુકીંગ સુવિધાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *