RBI એ છેલ્લા 24 કલાકમાં બે મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ નિર્ણય માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ લગાવાયો છે. હવે બેંકો નવા અથવા જૂના ગ્રાહકોને માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં. આરબીઆઈનો આ નિર્ણય 22 જુલાઈથી અમલમાં આવશે.
આરબીઆઈએ મહારાષ્ટ્રના ડો. શિવાજીરાવ પાટિલ નિલાંગેકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (Dr Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank) નું લાઇસન્સ રદ કર્યું છે. બેંકની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આરબીઆઈએ આ પગલું ભર્યું છે. લાઇસન્સ રદ થતાંની સાથે બેંક જમા અને ચૂકવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, દેશમાં કૃષિ અને ગ્રામીણ વિસ્તારો માટે ધિરાણ સુવિધાઓ પ્રદાન કરતી સહકારી બેંકોની સ્થાપના રાજ્ય સહકારી મંડળી અધિનિયમ મુજબ થાય છે. તેમની નોંધણી “સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર” પાસે કરવામાં આવે છે. હાલમાં લગભગ 8.6 કરોડ થાપણદારો પાસે 1,482 સહકારી બેંકોમાં 4.84 લાખ કરોડની થાપણ છે.
RBIએ લીધા 2 મોટા નિર્ણયો:
1. RBI દ્વારા બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પીટીઈ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 22 જુલાઈ 2021 થી તેના કાર્ડ નેટવર્કમાં નવા ઘરેલુ ગ્રાહકો (ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેઇડ) ઉમેરી શકશે નહીં. RBI અનુસાર આ આદેશથી માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને અસર નહીં થાય. માસ્ટરકાર્ડ આ સૂચનાઓનું પાલન કરવા માટે તમામ કાર્ડ જારી કરતી બેંકો અને નોન-બેન્કોને સલાહ આપશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ સિસ્ટમ્સ અધિનિયમ, 2007 ની કલમ 17 હેઠળ આરબીઆઈને અપાયેલી સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
2. RBI એ મહારાષ્ટ્રના ડો. શિવાજીરાવ પાટિલ નિલાંગેકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું છે. બેંકનું શરું રહેવું તેના થાપણદારોના હિતમાં નથી. હાલમાં લગભગ 8.6 કરોડ થાપણદારો પાસે 1,482 સહકારી બેંકોમાં 4.84 લાખ કરોડની થાપણ છે. જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો તે લોકોના નાણાં પર નકારાત્મક અસર કરશે. લાઇસન્સ રદ થતાં બેંકમાં થાપણો સ્વીકારવા અને ચુકવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.